Connect with us

KARJAN-SHINOR

સાંસદ મનસુખ વસાવાએ કરજણના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા સ્થાનિકોએ ધારાસભ્ય વિરુદ્ધ ફરિયાદો કરી

Published

on

કરજણ પંથકમાંથી પસાર થતાં સરકારના ત્રણ પ્રોજેકટને કારણે થયેલ ખેતીમાં ભારે નુકશાન તેમજ નેહા.48 ઉપર વડોદરાના જાંબુવા , પોર તેમજ બામણગામના નદી ઉપરના બ્રીજને કારણે પડતી પારાવાર મુશ્કેલીઓ બાબતે ત્રાહિમામ પોકારી ઉઠેલી જનતાએ કરજણ આવી પહોંચેલા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાને ઉગ્ર રજુઆતો કરાઈ હતી.

મળતી માહિતી અનુસાર કરજણ તાલુકો 99 ગામો ધરાવતો તાલુકો અને ખેતીપ્રધાન તાલુકો છે. કરજણ તાલુકા વિસ્તારમાંથી પસાર થતાં સરકારના  રેલવે કોરિડોર, બુલેટ ટ્રેન તેમજ એક્સપ્રેસ વે જેવા મોટા પ્રોજેકટને કારણે મોટાપ્રમાણમાં માટી પુરાણ થતાં વરસાદી પાણીના નિકાલ ન થતાં ઘણા દિવસો સુધી હજારો એકર ખેતીલાયક જમીનોમાં પાણી ભરાતાં પાક નિષ્ફળ નીવડ્યો છે. આ બાબતે અનેકવાર જવાબદાર વહીવટી તંત્રને અને ઇજારદારોને રજૂઆતો કરવા છતાં આંખ આડા કાન કરી રહ્યા છે.

Advertisement

તેમજ બેજવાબદાર તંત્ર દ્વારા વરસાદી કાંસની ચોમાસા પહેલા યોગ્ય સાફ સફાઈ કરવામાં આવતી ન હોય પાણીનો નિકાલ નહિ થતાં કેટલાક ગામોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી જતાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઉપરાંત વડોદરા થી કરજણ વિસ્તાર સુધીના ને.હા. 48 ઉપર આવેલ જાંબુવા ,પોર તેમજ બામણગામ પાસેના નદી ઉપરના બ્રીજ ઉપર અસંખ્ય ખાડાઓ તેમજ રોડ સાંકડો થઈ જતાં મોટા પ્રમાણમાં કલાકો સુધી રહેતી ટ્રાફિક સમસ્યાથી તાલુકાની જનતા ત્રાહિમામ પોકારી ઊઠી છે.

ઉપરોક્ત મહત્વની સમસ્યાઓ બાબતે કરજણ ધારાસભ્ય અક્ષય પટેલને તાલુકાના ખેડૂતો દ્વારા અનેક  રજુઆત કરવામાં આવી છે. પરંતુ ધારાસભ્ય સાંભળતા ન હોવાનું તેમજ સરકારના પ્રોજેકટ અને હાઇવે સબંધિત કેન્દ્રના પ્રશ્નો માટે સાંસદ મનસુખભાઈ વસાવાને મળો એમ ધારાસભ્યએ જવાબ આપ્યો હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. જે બાબતે આજ રોજ કરજણ બજાર સમિતિ ખાતે આવી પહોંચેલા સાંસદ મનસુખભાઈ વસાવાને ખેડૂતો દ્વારા તાલુકાની મહત્વની ગણાતી સમસ્યાઓ બાબતે રજૂઆતો કરાઈ હતી. અને સાંસદે કરજણ પ્રાંત અધિકારીને તાત્કાલિક બજાર સમિતિ ખાતે બોલાવી યોગ્ય પગલાં લેવા સૂચના આપી હતી. આ પ્રસંગે કરજણ પૂર્વ ધારાસભ્ય સતિષભાઈ પટેલ તેમજ કરજણ તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ સહિત તાલુકાના ખેડૂતો અને આગેવાનો હાજર રહ્યા હતાં.

Advertisement

 કરજણ ખાતે આવી પહોંચેલા સાંસદ મનસુખભાઈ વસાવાએ કરજણ તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે કંડારી ગામે વરસાદી કાંસમાં પાણી ભરાયાં હતાં તે વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમજ જનતાની રજૂઆતને ધ્યાનમાં લઈ કરજણ ને.હા. 48 ઉપર બામણગામ પાસે આવેલ રંગાઈ નદીના બ્રીજ પર પૂર્વ ધારાસભ્ય સતિષભાઈ પટેલ તેમજ કરજણ તાલુકા ભાજપા પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ સાથે પહોંચી ત્યાંનું નિરીક્ષણ કર્યું હતું.

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

KARJAN-SHINOR

સફેદ પાવડરની આડમાં લઇ જવાતો વિદેશી શરાબનો જથ્થો જીલ્લા LCBએ ઝડપી પાડ્યો

Published

on

વડોદરા જિલ્લા એલસીબી પોલીસે વિદેશી શરાબ ભરીને વડોદરા જિલ્લાની હદમાંથી પસાર થતી ટ્રકને ઝડપી પાડી 341 પેટી વિદેશી શરાબ મળીને કુલ 32 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે જ્યારે ડ્રાઇવર તેમજ ક્લીનરની ધરપકડ કરી છે.

વડોદરા જિલ્લા એલસીબી પોલીસના પોલીસ જવાન ભુપતભાઈ અને વિનોદભાઈ ને બાટલી મળી હતી કે કરજણ ટોલનાકા પાસેથી હરિયાણા પાર્સિંગના એક કન્ટેનરમાં વિદેશી શરાબ નો જથ્થો પસાર થનાર છે જે બાદમે ના આધારે કન્ટેનર રોકતા કન્ટેનરમાં સફેદ પાવડરની થેલીઓ ભરેલી મળી આવી હતી.

Advertisement

પાવડરના થેલા ખસેડતા પાછળના ભાગે વિદેશી શરાબની 341 પેટી જણાઈ આવી હતી. પોલીસે સફેદ પાવડરની આડમાં લઈ જવાતા કુલ 19.47 લાખના વિદેશી શરાબના જથ્થા સાથે કન્ટેનર મળી 32 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો જ્યારે ટ્રક ચાલક શિવનારાયણ ઠાકરો રહે. જીલ્લો મથુરા,યુપી તેમજ ચંદ્રપાલ ચૌહાણ મૂળ રહે. હરિયાણાની ધરપકડ કરી હતી.

આ શરાબનો જથ્થો કોણે મોકલાવ્યો તેમજ કોણે ડિલિવર કરવાનો હતો તે અંગે કરજણ પોલીસને વધુ તપાસ સોંપવામાં આવી છે.

Advertisement
Continue Reading
Advertisement

Trending