KARJAN-SHINOR
નારેશ્વરમાં નર્મદા નદીના ઘાટ પર મુકેલી રંગઅવધૂત મહારાજની બે મૂર્તિ અસામાજીક તત્વોએ ખંડિત કરી

એક મૂર્તિ પગના ભાગથી તોડી અને બીજી મૂર્તિમાં અંગુઠાનો ભાગ ખંડિત કર્યો
વડોદરાના કરજણ નજીક આવેલા નારેશ્વર ધામમાં નર્મદા નદીના કિનારે આવેલ ઘાટ પર સ્થાપિત રંગવધૂત મહારાજની બે મૂર્તિઓને અસામાજીક તત્વોએ ખંડિત કરતા ચકચાર મચી ગઇ ગઇ છે.
ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર નારેશ્વર ખાતે નર્મદા નદીના કિનારે આવેલ શ્રી રંગ સેવા ઘાટ પર પૂજ્ય રંગઅવધૂત મહારાજની બે મૂર્તિઓ વર્ષ 2009માં સ્થાપિત કરવામાં આવી હતી. જેમાં આશરે ચાર ફૂટની એક મૂર્તિ હતી જેને અસામાજીક તત્વોએ પગના ભાગથી જ તોડી નાખી હતી. જ્યારે ઘાટની દિવાલમાં અંકિત કરવામાં આવેલો એક મૂર્તિનો અંગુઠાનો ભાગ ખંડિત કરી નાખ્યો હતો. મોડી રાત્રે કોઇએ આ કૃત્ય કર્યું હોવાનું હાલ જાણવા મળ્યું છે.
પોલીસ, ધારાસભ્ય ઘટનાસ્થળે દોડી આવ્યા
ઘટનાને પગલે પોલીસ અને ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં અને તપાસ શરૂ કરી છે. બીજી તરફ કરજણના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલ પણ નારેશ્નર ખાતે આવી ગયા હતા અને પરિસ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું. અસામાજીત તત્વો દ્વારા રંગઅવધૂત મહારાજની બે મૂર્તિઓ ખંડિત થતાં ભક્તો અને અનુયાયીઓમાં રોષની લાગણી ફેલાઇ છે.
KARJAN-SHINOR
સફેદ પાવડરની આડમાં લઇ જવાતો વિદેશી શરાબનો જથ્થો જીલ્લા LCBએ ઝડપી પાડ્યો

વડોદરા જિલ્લા એલસીબી પોલીસે વિદેશી શરાબ ભરીને વડોદરા જિલ્લાની હદમાંથી પસાર થતી ટ્રકને ઝડપી પાડી 341 પેટી વિદેશી શરાબ મળીને કુલ 32 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે જ્યારે ડ્રાઇવર તેમજ ક્લીનરની ધરપકડ કરી છે.
વડોદરા જિલ્લા એલસીબી પોલીસના પોલીસ જવાન ભુપતભાઈ અને વિનોદભાઈ ને બાટલી મળી હતી કે કરજણ ટોલનાકા પાસેથી હરિયાણા પાર્સિંગના એક કન્ટેનરમાં વિદેશી શરાબ નો જથ્થો પસાર થનાર છે જે બાદમે ના આધારે કન્ટેનર રોકતા કન્ટેનરમાં સફેદ પાવડરની થેલીઓ ભરેલી મળી આવી હતી.
પાવડરના થેલા ખસેડતા પાછળના ભાગે વિદેશી શરાબની 341 પેટી જણાઈ આવી હતી. પોલીસે સફેદ પાવડરની આડમાં લઈ જવાતા કુલ 19.47 લાખના વિદેશી શરાબના જથ્થા સાથે કન્ટેનર મળી 32 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો જ્યારે ટ્રક ચાલક શિવનારાયણ ઠાકરો રહે. જીલ્લો મથુરા,યુપી તેમજ ચંદ્રપાલ ચૌહાણ મૂળ રહે. હરિયાણાની ધરપકડ કરી હતી.
આ શરાબનો જથ્થો કોણે મોકલાવ્યો તેમજ કોણે ડિલિવર કરવાનો હતો તે અંગે કરજણ પોલીસને વધુ તપાસ સોંપવામાં આવી છે.