Connect with us

KARJAN-SHINOR

વુમન્સ ડે ની પૂર્વરાત્રીએ ઘર કંકાશમાં મહિલાની થઈ હત્યા, હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી

Published

on

વુમન્સ ડેની પૂર્વ સંધ્યાએ કરજણ તાલુકાના કણભા ગામમાં પતિએ પત્નીને તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ખોબલા જેવડા ગામમાં બનેલા બનાવને પગલે કરજણ પંથકમાં સનસનાટી મચી ગઇ હતી. પોલીસે હત્યારા પતિની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે કરજણ તાલુકાના કણભા ગામમાં રહેતા રઘુવીરસિંહ મગનસિંહ પરમાર (દરબાર) પત્ની રંજનબેન અને દીકરી સાથે રહે છે. અને પોતાનું ગુજરાન ચલાવે છે. આજે બપોરના સમયે પતિ-પત્ની વચ્ચે કોઈક કારણસર ઝઘડો થતાં આક્રોશની સીમા ઓળંગી ગયેલા પતિએ પત્ની ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. દરમિયાન આ બનાવની જાણ ગામમાં થતા ગામ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. બીજી બાજુ આ બનાવની જાણ કરજણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

તો બીજી તરફ કરજણ પોલીસની બીજી ટીમે ફરાર થઈ ગયેલા પતિ રઘુવીરસિંહ પરમાર ને શોધી કાઢી તેની અટકાયત કરીને પોલીસ મથકમાં લઈ આવી હતી. પતિએ પત્નીને કયા કારણોસર મોતને ઘાટ ઉતારી તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ ગૃહ કલેશના કારણે પતિએ પત્નીની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અત્રે કરજણ પોલીસે પત્નીને મોતને ઘાટ ઉતારી દેનાર પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. વુમન્સ ડેની પૂર્વ સંધ્યાએ બનેલા આ બનાવે ચકચાર જગાવી મૂકી છે.

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

KARJAN-SHINOR

કરજણ: ખનીજ માફીયાઓ કરોડોની રેતી ચોરી ગયા,છતાંય સરકારી તિજોરીને બે વર્ષમાં 14 કરોડની આવકથી તંત્રને સંતોષ

Published

on

  • ખાણ ખનીજ વિભાગની દંડની કાર્યવાહી છતાંય ખનીજ માફિયાઓએ રેતીની ચોરી બમણી કરી
  • નારેશ્વર નજીક ગેરકાયદે નાવડી દ્વારા નર્મદાના મધ્ય માંથી રેતીને વેક્યુમ કરી કાઢી લેવાય છે.
  • દંડની કાર્યવાહીને ઘોળી પી ગયા ખનીજ માફીયાઓ આજે પણ હાલત જૈસૈ થૈ..!
  • 126 કેસ કરી 2.43 કરોડના દંડની વસુલાત, તેમ છતાંય ખનીજ માફીયાઓ બેફામ

વડોદરા જિલ્લામાં ખાણ અને ખનીજ ખાતું ખનીજના બિન અધિકૃત ખોદકામ,વહન અને સંગ્રહની પ્રવૃત્તિઓ અટકાવવા સતર્કતા સાથે કાર્યરત છે .જિલ્લા કલેકટરશ્રી દ્વારા પણ આ બાબતમાં વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને ખનીજની બાબતમાં બિન અધિકૃત પ્રવૃત્તિઓ રોકવા અનુરોધ કરવામાં આવ્યો છે.જેના અનુસંધાને અવાર નવાર ખાતાની ટીમો બાતમીના આધારે દરોડાની કામગીરી હાથ ધરે છે અને આ આકસ્મિક કાર્યવાહીના સારા પરિણામો મળ્યા છે.

આ ઉપરાંત હાલમાં કરજણ તાલુકાના શાયર ગામે ૩૪ જેટલી સાદી રેતી ખનીજોની લીઝોની તકેદારીના પગલાં તરીકે માપણી/ સર્વે કરવામાં આવ્યો છે.હાલમાં લીઝ વિસ્તારના રેકોર્ડ અને સ્થળ સ્થિતિની ક્રોસ ચકાસણી ચાલુ છે.તેની સાથે શાયર પાલેજ રોડ પર આવેલા ૧૬ સાદી રેતી ખનીજના સ્ટોક યાર્ડ/ યુનિટોની ચકાસણી કરીને,ગેર કાયદેસર સંગ્રહ અને વહન કરનારાઓને રૂ.૩૬.૫૯ લાખ જમા કરાવવા નોટિસ આપવામાં આવી છે.

તંત્રને ન દેખાય એવા દ્રશ્યો અમે બતાવીશું..

આ ઉપરાંત છેલ્લા બે વર્ષમાં લીઝ બહારના વિસ્તારોમાં સાદી રેતી ખનીજના બિન અધિકૃત ખોદકામ,વહન તેમજ મશીન ઊંચકી જવાની પ્રવૃત્તિઓ ડામવા કસૂરવારો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે તેવી જાણકારી આપતા ભૂસ્તર શાસ્ત્રી શ્રી નીરવ બારોટે જણાવ્યું છે કે વડોદરા અને ભરૂચ જિલ્લાના નર્મદા પટ વિસ્તારમાં ખનિજ ખાતું સક્રિયતા સાથે કામ કરી રહ્યું છે.

 તેમણે જણાવ્યું કે વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલી સાદી રેતી ખનીજની ક્વોરી લીઝોમાં થી સન ૨૦/૨૧ અને ૨૧/૨૨ ના ફેબ્રુઆરી સુધીમાં રોયલ્ટીની રૂ.૧૪૫૯.૭૦ લાખ એટલે કે રૂ.સાડા ચૌદ કરોડથી વધુ રકમની સરકારને આવક મળી છે.

Advertisement


 જે પૈકી શાયર ગામે આવેલી સાદી રેતી ખનીજની ક્વોરી લિઝોમાં થી ઉપરોક્ત સમયગાળા દરમિયાન રૂ.૮૬૨.૬૭ લાખની રોયલ્ટી મળી છે.

તંત્રને ન દેખાય એવા દ્રશ્યો અમે બતાવીશું..આ નવડીથી નદીની વચ્ચે વેકયુમ કરી રેતી કાઢી લેવાય છે જેની સરકારી ચોપડે કોઈ આવક થતી નથી, કરોડોની રેતી આવી રીતે ચોરી થાય છે


 શાયર ગામની સામે નર્મદાના સામા કાંઠે ઝઘડિયા તાલુકાના વેલુ ગામે સાદી રેતી ખનીજોની લીઝો આવેલી છે. ઉપરોકત બે વર્ષના સમયગાળામાં વેલૂ ખાતેની મિનરલ એસેટમાં થી રૂ.૧૫૮૦.૭૫ ની રોયલ્ટી આવક થઈ છે.


 આમ,રેતી ખનિજ લીઝો થી આ વિસ્તારમાં ઉપરોક્ત બે વર્ષમાં વડોદરા જિલ્લામાં રૂ.૮૬૨.૬૭ લાખની અને ભરૂચ જિલ્લામાં રૂ.૧૫૮૦.૭૫ લાખ મળીને ફૂલ રૂ.૨૪૪૩.૪૨ લાખની રોયલ્ટી ની આવક સરકારને મળી છે.

Advertisement


 રોયલ્ટી ની આવકના ૧૦ ટકા પ્રમાણે જિલ્લા ખનિજ સંપદા ભંડોળ એટલે કે ડીસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાં રકમ જમા થાય છે જે સ્થાનિક વિસ્તારના વિકાસ માટે ભંડોળ રૂપે ઉપલબ્ધ થાય છે.તે પ્રમાણે રૂ.૨૪૪.૪૩ લાખની રકમ સ્થાનિક વિકાસ માટે ઉપલબ્ધ બની છે.

તંત્રને ન દેખાય એવા દ્રશ્યો અમે બતાવીશું.. નદીની વચ્ચે બેરલ ઉપર પાઇપ ગોઠવી રેતી વેક્યૂમ કરવા બ્રિજ બનાવાય છે,પણ આ ક્યારેય તંત્રના ધ્યાને આવ્યું નથી.

ખનીજ ખાતું સાદી રેતી ખનિજનું બિન અધિકૃત ખોદકામ,વહન અને સંગ્રહ ની પ્રવૃત્તિઓને ડામવા સક્રિય પગલાં લઈ રહ્યું છે.તેના પગલે વર્ષ ૨૦૨૦ માં ૪૯ કેસો અને ૨૦૨૧માં ૭૭ કેસો કરવામાં આવ્યા હતા.આમ,બે વર્ષ દરમિયાન કુલ ૧૨૬ કેસો કરીને કસૂરવારો પાસે થી રૂ.૨૪૩.૦૫ લાખ(બે કરોડ ૪૩ લાખથી વધુ)ની વસુલાત કરવામાં આવી છે.
 

મહત્વની વાત એ છે કે આટલી કાર્યવાહી પણ કારગર નીવડી નથી. ખનીજ માફીયાઓ એ નર્મદા નદીના મધ્યમાં ગેરકાયદે નાવડી મૂકી અને રેતી ખનન શરૂ કર્યું છે. તંત્ર એક નાવડી જપ્ત કરે તો બીજી ચાર નાવડી નદીમાં ઉતારી દેવાય છે. વેલ્યુમ કરીને રેતી કાઢીને સરકારી તિજોરી ને કરોડોનો ચૂનો લગાવવામાં આવી રહ્યો છે. જેટલી દંડની રકમ વસૂલવામાં આવી છે તેનાથી અસંખ્ય ગણી રેતી ચોરાઈ ગઈ છે. અને ખનીજ માફીયાઓ ને તંત્રના દંડની કોઈ અસર જોવા મળતી નથી. ખાણ ખનીજ વિભાગ ચેકિંગમા નીકળે તે પહેલાં જ ખનીજ માફીયાઓ સતર્ક થઈ જાય છે. જ્યારે રાજકીય આશીર્વાદ થી તંત્ર પણ પ્રમાણિકતાથી કાર્યવાહી કરી શકતું નથી.

Advertisement
Continue Reading

Trending