KARJAN-SHINOR
કરજણ: ખનીજ માફીયાઓ કરોડોની રેતી ચોરી ગયા,છતાંય સરકારી તિજોરીને બે વર્ષમાં 14 કરોડની આવકથી તંત્રને સંતોષ

- ખાણ ખનીજ વિભાગની દંડની કાર્યવાહી છતાંય ખનીજ માફિયાઓએ રેતીની ચોરી બમણી કરી
- નારેશ્વર નજીક ગેરકાયદે નાવડી દ્વારા નર્મદાના મધ્ય માંથી રેતીને વેક્યુમ કરી કાઢી લેવાય છે.
- દંડની કાર્યવાહીને ઘોળી પી ગયા ખનીજ માફીયાઓ આજે પણ હાલત જૈસૈ થૈ..!
- 126 કેસ કરી 2.43 કરોડના દંડની વસુલાત, તેમ છતાંય ખનીજ માફીયાઓ બેફામ
વડોદરા જિલ્લામાં ખાણ અને ખનીજ ખાતું ખનીજના બિન અધિકૃત ખોદકામ,વહન અને સંગ્રહની પ્રવૃત્તિઓ અટકાવવા સતર્કતા સાથે કાર્યરત છે .જિલ્લા કલેકટરશ્રી દ્વારા પણ આ બાબતમાં વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને ખનીજની બાબતમાં બિન અધિકૃત પ્રવૃત્તિઓ રોકવા અનુરોધ કરવામાં આવ્યો છે.જેના અનુસંધાને અવાર નવાર ખાતાની ટીમો બાતમીના આધારે દરોડાની કામગીરી હાથ ધરે છે અને આ આકસ્મિક કાર્યવાહીના સારા પરિણામો મળ્યા છે.
આ ઉપરાંત હાલમાં કરજણ તાલુકાના શાયર ગામે ૩૪ જેટલી સાદી રેતી ખનીજોની લીઝોની તકેદારીના પગલાં તરીકે માપણી/ સર્વે કરવામાં આવ્યો છે.હાલમાં લીઝ વિસ્તારના રેકોર્ડ અને સ્થળ સ્થિતિની ક્રોસ ચકાસણી ચાલુ છે.તેની સાથે શાયર પાલેજ રોડ પર આવેલા ૧૬ સાદી રેતી ખનીજના સ્ટોક યાર્ડ/ યુનિટોની ચકાસણી કરીને,ગેર કાયદેસર સંગ્રહ અને વહન કરનારાઓને રૂ.૩૬.૫૯ લાખ જમા કરાવવા નોટિસ આપવામાં આવી છે.
આ ઉપરાંત છેલ્લા બે વર્ષમાં લીઝ બહારના વિસ્તારોમાં સાદી રેતી ખનીજના બિન અધિકૃત ખોદકામ,વહન તેમજ મશીન ઊંચકી જવાની પ્રવૃત્તિઓ ડામવા કસૂરવારો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે તેવી જાણકારી આપતા ભૂસ્તર શાસ્ત્રી શ્રી નીરવ બારોટે જણાવ્યું છે કે વડોદરા અને ભરૂચ જિલ્લાના નર્મદા પટ વિસ્તારમાં ખનિજ ખાતું સક્રિયતા સાથે કામ કરી રહ્યું છે.
તેમણે જણાવ્યું કે વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલી સાદી રેતી ખનીજની ક્વોરી લીઝોમાં થી સન ૨૦/૨૧ અને ૨૧/૨૨ ના ફેબ્રુઆરી સુધીમાં રોયલ્ટીની રૂ.૧૪૫૯.૭૦ લાખ એટલે કે રૂ.સાડા ચૌદ કરોડથી વધુ રકમની સરકારને આવક મળી છે.
જે પૈકી શાયર ગામે આવેલી સાદી રેતી ખનીજની ક્વોરી લિઝોમાં થી ઉપરોક્ત સમયગાળા દરમિયાન રૂ.૮૬૨.૬૭ લાખની રોયલ્ટી મળી છે.
શાયર ગામની સામે નર્મદાના સામા કાંઠે ઝઘડિયા તાલુકાના વેલુ ગામે સાદી રેતી ખનીજોની લીઝો આવેલી છે. ઉપરોકત બે વર્ષના સમયગાળામાં વેલૂ ખાતેની મિનરલ એસેટમાં થી રૂ.૧૫૮૦.૭૫ ની રોયલ્ટી આવક થઈ છે.
આમ,રેતી ખનિજ લીઝો થી આ વિસ્તારમાં ઉપરોક્ત બે વર્ષમાં વડોદરા જિલ્લામાં રૂ.૮૬૨.૬૭ લાખની અને ભરૂચ જિલ્લામાં રૂ.૧૫૮૦.૭૫ લાખ મળીને ફૂલ રૂ.૨૪૪૩.૪૨ લાખની રોયલ્ટી ની આવક સરકારને મળી છે.
રોયલ્ટી ની આવકના ૧૦ ટકા પ્રમાણે જિલ્લા ખનિજ સંપદા ભંડોળ એટલે કે ડીસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાં રકમ જમા થાય છે જે સ્થાનિક વિસ્તારના વિકાસ માટે ભંડોળ રૂપે ઉપલબ્ધ થાય છે.તે પ્રમાણે રૂ.૨૪૪.૪૩ લાખની રકમ સ્થાનિક વિકાસ માટે ઉપલબ્ધ બની છે.
ખનીજ ખાતું સાદી રેતી ખનિજનું બિન અધિકૃત ખોદકામ,વહન અને સંગ્રહ ની પ્રવૃત્તિઓને ડામવા સક્રિય પગલાં લઈ રહ્યું છે.તેના પગલે વર્ષ ૨૦૨૦ માં ૪૯ કેસો અને ૨૦૨૧માં ૭૭ કેસો કરવામાં આવ્યા હતા.આમ,બે વર્ષ દરમિયાન કુલ ૧૨૬ કેસો કરીને કસૂરવારો પાસે થી રૂ.૨૪૩.૦૫ લાખ(બે કરોડ ૪૩ લાખથી વધુ)ની વસુલાત કરવામાં આવી છે.
મહત્વની વાત એ છે કે આટલી કાર્યવાહી પણ કારગર નીવડી નથી. ખનીજ માફીયાઓ એ નર્મદા નદીના મધ્યમાં ગેરકાયદે નાવડી મૂકી અને રેતી ખનન શરૂ કર્યું છે. તંત્ર એક નાવડી જપ્ત કરે તો બીજી ચાર નાવડી નદીમાં ઉતારી દેવાય છે. વેલ્યુમ કરીને રેતી કાઢીને સરકારી તિજોરી ને કરોડોનો ચૂનો લગાવવામાં આવી રહ્યો છે. જેટલી દંડની રકમ વસૂલવામાં આવી છે તેનાથી અસંખ્ય ગણી રેતી ચોરાઈ ગઈ છે. અને ખનીજ માફીયાઓ ને તંત્રના દંડની કોઈ અસર જોવા મળતી નથી. ખાણ ખનીજ વિભાગ ચેકિંગમા નીકળે તે પહેલાં જ ખનીજ માફીયાઓ સતર્ક થઈ જાય છે. જ્યારે રાજકીય આશીર્વાદ થી તંત્ર પણ પ્રમાણિકતાથી કાર્યવાહી કરી શકતું નથી.
KARJAN-SHINOR
સફેદ પાવડરની આડમાં લઇ જવાતો વિદેશી શરાબનો જથ્થો જીલ્લા LCBએ ઝડપી પાડ્યો

વડોદરા જિલ્લા એલસીબી પોલીસે વિદેશી શરાબ ભરીને વડોદરા જિલ્લાની હદમાંથી પસાર થતી ટ્રકને ઝડપી પાડી 341 પેટી વિદેશી શરાબ મળીને કુલ 32 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે જ્યારે ડ્રાઇવર તેમજ ક્લીનરની ધરપકડ કરી છે.
વડોદરા જિલ્લા એલસીબી પોલીસના પોલીસ જવાન ભુપતભાઈ અને વિનોદભાઈ ને બાટલી મળી હતી કે કરજણ ટોલનાકા પાસેથી હરિયાણા પાર્સિંગના એક કન્ટેનરમાં વિદેશી શરાબ નો જથ્થો પસાર થનાર છે જે બાદમે ના આધારે કન્ટેનર રોકતા કન્ટેનરમાં સફેદ પાવડરની થેલીઓ ભરેલી મળી આવી હતી.
પાવડરના થેલા ખસેડતા પાછળના ભાગે વિદેશી શરાબની 341 પેટી જણાઈ આવી હતી. પોલીસે સફેદ પાવડરની આડમાં લઈ જવાતા કુલ 19.47 લાખના વિદેશી શરાબના જથ્થા સાથે કન્ટેનર મળી 32 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો જ્યારે ટ્રક ચાલક શિવનારાયણ ઠાકરો રહે. જીલ્લો મથુરા,યુપી તેમજ ચંદ્રપાલ ચૌહાણ મૂળ રહે. હરિયાણાની ધરપકડ કરી હતી.
આ શરાબનો જથ્થો કોણે મોકલાવ્યો તેમજ કોણે ડિલિવર કરવાનો હતો તે અંગે કરજણ પોલીસને વધુ તપાસ સોંપવામાં આવી છે.