Connect with us

KARJAN-SHINOR

કરજણ પાસે જ્વેલર્સ પિતા-પુત્રને રોકી 12 લાખની લૂંટનો બનાવ: LCB એ મુદ્દામાલ સાથે છ આરોપીઓની કરી ધરપકડ

Published

on

બે મહિના અગાઉ કરજણ તાલુકાના ગણપતપુરા ગામ નજીક જ્વેલર્સ પિતા-પુત્ર પાસેથી ચપ્પુની અણીએ ૧૨ લાખના સોના ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવનાર છ લૂંટારૂઓને એલ.સી.બી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે

વડોદરાના કરજણ તાલુકાના કુરાલી અને ગણપતપુરા ગામ વચ્ચે વડોદરાના જ્વેલર્સ પિતા-પુત્રને અજાણ્યા શખ્સોએ વાહન રોકીને ચપ્પુની અણીએ 18 તોલા વજનના સોનાના દાગીના અને 6 કિલો ચાંદી મળી રૂપિયા 12 લાખની કિંમતનો મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

Advertisement

બેગ લઈ અજાણ્યા ઈસમો ફરાર થયા હતા. કરજણ પોલીસે સમગ્ર મામલે લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન તપાસ ચલાવી રહેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગણપતપુરા કુરાલી ગામ પાસે લૂંટારૂઓ એકત્ર થવાના હોવાની માહિતીના આધારે વોચ ગોઠવી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

જેમાં ભરૂચના કિશન માછી રામા માછી, વડોદરાના મનીષ ખ્રિસ્તી, મનોજ મારવાડી, કરજણના ઈરફાન દિવાન અને આણંદના અર્જુન માછી નો સમાવેશ થાય છે. લૂંટારુઓએ વડોદરાના મહેશ પટેલ નામના વ્યક્તિ પાસે દાગીના વેચી 5.3 લાખ રૂપિયા મેળવ્યા હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસે કેટલાક સોના-ચાંદીના દાગીના કબજે કરી આરોપીઓના રિમાન્ડની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

KARJAN-SHINOR

સફેદ પાવડરની આડમાં લઇ જવાતો વિદેશી શરાબનો જથ્થો જીલ્લા LCBએ ઝડપી પાડ્યો

Published

on

વડોદરા જિલ્લા એલસીબી પોલીસે વિદેશી શરાબ ભરીને વડોદરા જિલ્લાની હદમાંથી પસાર થતી ટ્રકને ઝડપી પાડી 341 પેટી વિદેશી શરાબ મળીને કુલ 32 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે જ્યારે ડ્રાઇવર તેમજ ક્લીનરની ધરપકડ કરી છે.

વડોદરા જિલ્લા એલસીબી પોલીસના પોલીસ જવાન ભુપતભાઈ અને વિનોદભાઈ ને બાટલી મળી હતી કે કરજણ ટોલનાકા પાસેથી હરિયાણા પાર્સિંગના એક કન્ટેનરમાં વિદેશી શરાબ નો જથ્થો પસાર થનાર છે જે બાદમે ના આધારે કન્ટેનર રોકતા કન્ટેનરમાં સફેદ પાવડરની થેલીઓ ભરેલી મળી આવી હતી.

Advertisement

પાવડરના થેલા ખસેડતા પાછળના ભાગે વિદેશી શરાબની 341 પેટી જણાઈ આવી હતી. પોલીસે સફેદ પાવડરની આડમાં લઈ જવાતા કુલ 19.47 લાખના વિદેશી શરાબના જથ્થા સાથે કન્ટેનર મળી 32 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો જ્યારે ટ્રક ચાલક શિવનારાયણ ઠાકરો રહે. જીલ્લો મથુરા,યુપી તેમજ ચંદ્રપાલ ચૌહાણ મૂળ રહે. હરિયાણાની ધરપકડ કરી હતી.

આ શરાબનો જથ્થો કોણે મોકલાવ્યો તેમજ કોણે ડિલિવર કરવાનો હતો તે અંગે કરજણ પોલીસને વધુ તપાસ સોંપવામાં આવી છે.

Advertisement
Continue Reading
Advertisement

Trending