Connect with us

KARJAN-SHINOR

ખાખી ની માનવતા: 230 ગ્રામજનો સહિત મૂંગા પશુઓને પણ રેસ્ક્યુ કર્યા

Published

on

વડોદરા જિલ્લાના અનેક ગામોને ભારે વરસાદને કારણે હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે. દેવ ડેમ માંથી પાણી છોડતા ગોમાં નદી,દેવ નદી અને ઢાઢર નદીના કાંઠાના ગામોમાં પાનો ભરાઈ ગયા હતા. કેટલાક ગામો માંથી ગ્રામજનોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

સ્થાનિક પૂર નિયંત્રણ કક્ષમાંથી મળેલી માહિતી પ્રમાણે હાલોલ ખાતે આવેલા દેવ નદી ડેમના 6 દરવાજા આંશિક રીતે ખોલવામાં આવ્યા છે. પરિણામે દેવ નદીમાં પૂરની સ્થિતી સર્જાઇ છે. દેવ નદી આગળ જઈને ઢાઢર નદીને મળે છે. જેને અનુલક્ષીને દેવ અને ઢાઢર નદીમાં પણ પૂરની સ્થિતી સર્જાઇ છે. તંત્ર દ્વારા દેવ નદીના કાઠા વિસ્તારમાં આવેલા વાઘોડિયા તાલુકાના ફલોડ, વેજલપુર, અલવા, ઝવેરપુરા, ગોરજ, માધવપુરા, ધાનખેડા, અંબાલી, પાટીયાપુરા, મુનીઆશ્રમ, મુવાડા, જયાપુરા, અંટોલી, વાનકૂવા, ઘોડાદરા, વ્યારા ધોલાર, કાગડીપુરા અને અકાડીયાપુરા અને ઢાઢર નદીના કાંઠે આવેલા ડભોઇ તાલુકાના બનૈયા, અબ્દુલપુરા, કડાદરા, કરાલી, ગોજાલી, કડાદરાપુરા અને વણાદરા ગામના લોકોને એલર્ટ રહેવા અને સલામત સ્થળ પર ખસી જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement

જ્યારે કરજણ તાલુકામાં પણ ઢાઢર નદીના કિનારે આવેલા ગામો અસરગ્રસ્ત થયા છે. કરજણ તાલુકા માંથી પસાર થતી ભૂખી નદીમાં પાણી આવતા માત્રોજ ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.

બાળકો,વૃદ્ધો સહિત કુલ 230 જેટલા ગ્રામજનો ફસાયા હોવાની માહિતી મળતા જ કરજણ પોલીસ સ્ટેશનના PI એમ.એ પટેલ સહિત પોલીસ જવાનો તેમજ GRD નો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.

પોલીસે વૃદ્ધો,બાળકો સહિત ઇજાગ્રસ્તોને પણ ઊંચકી ખભે બેસાડીને પુર ના પાણી માંથી બહાર કાઢ્યા હતા. કેટલાકની ઉભા થવાની સ્થિતિ ન હોય ખાટલામાં સુવડાવી ચાર પોલીસ જવાનોએ ખાટલો ઊંચકી સલામત સ્થળે પહોંચાડયા હતા.

પોલીસે ગ્રામજનોને તો બચાવી લીધા સાથે સાથે નાના દુધાળા પશુઓને પણ ખભે લાદીને કિનારે લઇ આવ્યા હતા. તસ્વીરમાં ખભે ઊંચકીને પશુઓને કિનારે લાવતા પોલીસ જવાનો દ્રશ્યમાન થાય છે.

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

KARJAN-SHINOR

સફેદ પાવડરની આડમાં લઇ જવાતો વિદેશી શરાબનો જથ્થો જીલ્લા LCBએ ઝડપી પાડ્યો

Published

on

વડોદરા જિલ્લા એલસીબી પોલીસે વિદેશી શરાબ ભરીને વડોદરા જિલ્લાની હદમાંથી પસાર થતી ટ્રકને ઝડપી પાડી 341 પેટી વિદેશી શરાબ મળીને કુલ 32 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે જ્યારે ડ્રાઇવર તેમજ ક્લીનરની ધરપકડ કરી છે.

વડોદરા જિલ્લા એલસીબી પોલીસના પોલીસ જવાન ભુપતભાઈ અને વિનોદભાઈ ને બાટલી મળી હતી કે કરજણ ટોલનાકા પાસેથી હરિયાણા પાર્સિંગના એક કન્ટેનરમાં વિદેશી શરાબ નો જથ્થો પસાર થનાર છે જે બાદમે ના આધારે કન્ટેનર રોકતા કન્ટેનરમાં સફેદ પાવડરની થેલીઓ ભરેલી મળી આવી હતી.

Advertisement

પાવડરના થેલા ખસેડતા પાછળના ભાગે વિદેશી શરાબની 341 પેટી જણાઈ આવી હતી. પોલીસે સફેદ પાવડરની આડમાં લઈ જવાતા કુલ 19.47 લાખના વિદેશી શરાબના જથ્થા સાથે કન્ટેનર મળી 32 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો જ્યારે ટ્રક ચાલક શિવનારાયણ ઠાકરો રહે. જીલ્લો મથુરા,યુપી તેમજ ચંદ્રપાલ ચૌહાણ મૂળ રહે. હરિયાણાની ધરપકડ કરી હતી.

આ શરાબનો જથ્થો કોણે મોકલાવ્યો તેમજ કોણે ડિલિવર કરવાનો હતો તે અંગે કરજણ પોલીસને વધુ તપાસ સોંપવામાં આવી છે.

Advertisement
Continue Reading
Advertisement

Trending