Connect with us

KARJAN-SHINOR

કરજણ તાલુકા યુવા મોરચા ભાજપ પ્રમુખ પોતાના જ વોર્ડમાં હાર્યા

Published

on

  • સંગઠનની જવાબદારી સ્વીકારતા નેતા પોતાના ગામમાં પણ ન જીતી શકતા ચર્ચા જાગી
  • પ્રતિસ્પર્ધી ઉમેદવાર અન્ય ફળિયાના હોવા છતાંય સ્નેહલ પટેલનો 11 મતે પરાજય
  • કરજણ તાલુકાના છંછવા ગામે વોર્ડ બેઠક પર ચૂંટણી લડ્યા હતા સ્નેહલ પટેલ

વડોદરાની 260 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે સવારથી જ મત ગણતરી શરૂ થઈ હતી. પક્ષાપક્ષીથી  દુર ગામમાં વ્યક્તિ વર્ચસ્વ પર લડવામાં આવતી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે અનેક ઉમેદવારનું ભાવિ નક્કી થયું હતું. જેમાં પરિણામો જાહેર થતા  કરજણ તાલુકામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો.

કરજણ તાલુકાના છંછવા ગામે વોર્ડ 7 ના ઉમેદવાર સ્નેહલ પટેલનો 11 મતે પરાજય થયો હતો. આમ તો ચૂંટણીમાં હારજીત સામાન્ય વિષય છે પણ સ્નેહલ પટેલના કિસ્સામાં આ વાત મહત્વની એટલા માટે છે કેમ કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચામાં કરજણ તાલુકા પ્રમુખ નો હોદ્દો ધરાવે છે. આટલી મોટી જવાબદારી ધરાવતો વ્યક્તિ પોતે જ્યારે સંગઠનમાં સ્થાન ધરાવતો હોય અને પોતાના ગામમાં વોર્ડ કક્ષાની ચૂંટણી હારે ત્યારે સ્વાભાવિક છે કે ચર્ચા તો થાય જ.. કરજણ તાલુકાના રાજકારણમાં આજે આ વિષય ચર્ચાના કેન્દ્રમાં હતો.

છંછવા ગામના વોર્ડ 7 માં સ્નેહલ પટેલ ચૂંટણી લડતા હતા. તેઓની સામે ગામના જ મહિલા ઉમેદવાર આરતીબેન પટેલે ઉમેદવારી કરી હતી. વોર્ડ 7 ના મત વિસ્તારમાં ન રહેતા હોવા છતાંય આરતી પટેલે સ્નેહલભાઈ કરતા વધુ મત મેળવ્યા હતા. આરતીબેન પટેલનો 11 મતે વિજય થયો હતો.મહત્વની બાબત એ છે કે આરતીબેન પટેલ પણ ભાજપમાં કરજણ તાલુકા મહિલા મોરચામાં ઉપપ્રમુખનો હોદ્દો ધરાવે છે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રામપંચાયતની ચૂંટણીમાં ક્યાંય રાજકીય પક્ષની દરમિયાનગીરી હોતી નથી. વ્યક્તિ પોતે જ પોતાના દમ ખમ પર ચૂંટણી લડતો હોય છે. અહીં જ્યારે પક્ષનો ટેકો ન હોય ત્યારે જ વ્યક્તિ વિશેષની લોકપ્રિયતાના દર્શન થઈ જતા હોય છે. પોતાના ઘરની આસપાસ રહેલા લોકો ઉમેદવારને પસંદ કે નાપસંદ કરે છે. ત્યારે તાલુકા કક્ષાએ સંગઠનનો હોદ્દો ધરાવનાર વ્યક્તિ પોતાના ઘરની આસપાસ જ ચૂંટણી હારે ત્યારે આવી ચર્ચા જોર પકડે છે. કરજણના રાજકીય વર્તુળોમાં આજે છંછવા ગામના ચૂંટણી પરિણામે ભારે ચર્ચા જગાવી હતી.

Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

KARJAN-SHINOR

સફેદ પાવડરની આડમાં લઇ જવાતો વિદેશી શરાબનો જથ્થો જીલ્લા LCBએ ઝડપી પાડ્યો

Published

on

વડોદરા જિલ્લા એલસીબી પોલીસે વિદેશી શરાબ ભરીને વડોદરા જિલ્લાની હદમાંથી પસાર થતી ટ્રકને ઝડપી પાડી 341 પેટી વિદેશી શરાબ મળીને કુલ 32 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે જ્યારે ડ્રાઇવર તેમજ ક્લીનરની ધરપકડ કરી છે.

વડોદરા જિલ્લા એલસીબી પોલીસના પોલીસ જવાન ભુપતભાઈ અને વિનોદભાઈ ને બાટલી મળી હતી કે કરજણ ટોલનાકા પાસેથી હરિયાણા પાર્સિંગના એક કન્ટેનરમાં વિદેશી શરાબ નો જથ્થો પસાર થનાર છે જે બાદમે ના આધારે કન્ટેનર રોકતા કન્ટેનરમાં સફેદ પાવડરની થેલીઓ ભરેલી મળી આવી હતી.

Advertisement

પાવડરના થેલા ખસેડતા પાછળના ભાગે વિદેશી શરાબની 341 પેટી જણાઈ આવી હતી. પોલીસે સફેદ પાવડરની આડમાં લઈ જવાતા કુલ 19.47 લાખના વિદેશી શરાબના જથ્થા સાથે કન્ટેનર મળી 32 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો જ્યારે ટ્રક ચાલક શિવનારાયણ ઠાકરો રહે. જીલ્લો મથુરા,યુપી તેમજ ચંદ્રપાલ ચૌહાણ મૂળ રહે. હરિયાણાની ધરપકડ કરી હતી.

આ શરાબનો જથ્થો કોણે મોકલાવ્યો તેમજ કોણે ડિલિવર કરવાનો હતો તે અંગે કરજણ પોલીસને વધુ તપાસ સોંપવામાં આવી છે.

Advertisement
Continue Reading

Trending