Connect with us

KARJAN-SHINOR

નવા વર્ષમાં કરજણ પોલીસે મૂહર્ત કર્યું : શરાબ ભરેલી ટ્રક ઝડપી પાડી

Published

on

વડોદરા જીલ્લાના કરજણ પોલીસ મથકના સ્ટાફ દ્વારા વિદેશી શરાબ ભરેલી ટ્રક ઝડપી પાડવામાં આવી છે. મધ્યપ્રદેશ પાર્સીંગની ટ્રકમાં ગ્રાઈન્ડીંગ મટીરીયલ ની આડમાં શરાબનો જથ્થો લઇ જવામાં આવતો હતો. જે બાતમીના આધારે ઝડપી પાડી 25 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

કરજણ પોલીસને બાતમી મળી હતી કે એક ટ્રકમાં અન્ય મટીરીયલની આડમાં શરાબનો મોટો જથ્થો સુરત-ભરૂચ થઈને વડોદરા તરફ લાવવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે હલદરવા ગામ નજીક વોચ ગોઠવતા બાતમી વાળી ટ્રક આવી પહોચી હતી. ટ્રકમાં તપાસ કરતા તેમાં  ગ્રાઈન્ડીંગ મટીરીયલના કોથળા ભરેલા હતા.

Advertisement

પોલીસે કોથળા ખસેડતા જ અંદર વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબની પેટીઓ મળી આવી હતી.પોલીસે વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબની કુલ ૧૧ લાખની કિંમતની બોટલો અને ટ્રક તેમજ ગ્રાઈન્ડીંગ મટીરીયલ મળીને કુલ 25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે ટ્રક ચાલક રોશન મીણા ની ધરપકડ કરી શરાબનો જથ્થો મોકલનાર મધ્યપ્રદેશના દશરથ મીણા ને વોન્ટેડ જાહેર કર્યો હતો.  

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

KARJAN-SHINOR

સફેદ પાવડરની આડમાં લઇ જવાતો વિદેશી શરાબનો જથ્થો જીલ્લા LCBએ ઝડપી પાડ્યો

Published

on

વડોદરા જિલ્લા એલસીબી પોલીસે વિદેશી શરાબ ભરીને વડોદરા જિલ્લાની હદમાંથી પસાર થતી ટ્રકને ઝડપી પાડી 341 પેટી વિદેશી શરાબ મળીને કુલ 32 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે જ્યારે ડ્રાઇવર તેમજ ક્લીનરની ધરપકડ કરી છે.

વડોદરા જિલ્લા એલસીબી પોલીસના પોલીસ જવાન ભુપતભાઈ અને વિનોદભાઈ ને બાટલી મળી હતી કે કરજણ ટોલનાકા પાસેથી હરિયાણા પાર્સિંગના એક કન્ટેનરમાં વિદેશી શરાબ નો જથ્થો પસાર થનાર છે જે બાદમે ના આધારે કન્ટેનર રોકતા કન્ટેનરમાં સફેદ પાવડરની થેલીઓ ભરેલી મળી આવી હતી.

Advertisement

પાવડરના થેલા ખસેડતા પાછળના ભાગે વિદેશી શરાબની 341 પેટી જણાઈ આવી હતી. પોલીસે સફેદ પાવડરની આડમાં લઈ જવાતા કુલ 19.47 લાખના વિદેશી શરાબના જથ્થા સાથે કન્ટેનર મળી 32 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો જ્યારે ટ્રક ચાલક શિવનારાયણ ઠાકરો રહે. જીલ્લો મથુરા,યુપી તેમજ ચંદ્રપાલ ચૌહાણ મૂળ રહે. હરિયાણાની ધરપકડ કરી હતી.

આ શરાબનો જથ્થો કોણે મોકલાવ્યો તેમજ કોણે ડિલિવર કરવાનો હતો તે અંગે કરજણ પોલીસને વધુ તપાસ સોંપવામાં આવી છે.

Advertisement
Continue Reading

Trending