KARJAN-SHINOR
મેડિકલ વપરાશના સાધનોની આડમાં વિદેશી શરાબની હેરાફેરી ઝડપાઇ

- મુંબઇ થી કન્ટેનર મારફતે શરાબનો જથ્થો અમદાવાદ મોકલાતો હતો
- કરજણ-ભરથાણા ટોલ નજીક શરાબ ભરેલું કન્ટેનર જીલ્લા LCBએ ઝડપી પાડ્યું
- 12 લાખની શરાબ અને કન્ટેનર સાથે ચાલકની ધરપકડ કરી
મેડિકલ વપરાશના સાધનોની આડમાં લાવવામાં આવતા વિદેશી શરાબના જથ્થાને વડોદરા જિલ્લા એલસીબી પોલીસે કરજણ ટોલનાકા પાસેથી ઝડપી પાડ્યો હતો.પોલીસે કન્ટેનરમાં થી રૂ.12,86,400નો વિદેશી શરાબ કબ્જે લઇ કન્ટેનર ચાલકની ધરપકડ કરી હતી.
વડોદરા જીલ્લા LCB પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર તરફથી કન્ટેનરમાં વિદેશી શરાબનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. જે બાતમીના આઘારે ભરથાણા કરજણ ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી.
પોલીસ સ્ટાફ વોચમાં હતો તે દરમિયાન MH પાર્સિંગનું કન્ટેનર આવી પહોંચતા તેને કોર્ડન કરીને ચાલકને ઝડપી પાડ્યો હતો. કન્ટેનરમાં મેડીકલના સાધનો હોવાનું બિલ રજૂ કર્યું હતું જ્યારે કન્ટેનર ખોલીને જોતા વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબની પેટીઓ મળી આવી હતી.કુલ 286 પેટીમાં 5160 નંગ વિદેશી શરાબની બોટલો મળી હતી.
આ શરાબનો જથ્થો મૂળ હરિયાણાના અને હાલ મહારાષ્ટ્રમાં રહેતા વિકાસ શર્માએ મોકલ્યો હોવાની ડ્રાઇવરે કબૂલાત કરી હતી જ્યારે શરાબ અમદાવાદના વીનેશ પટેલને પહોંચાડવાનો હોવાનું પૂછપરછમાં ખુલવા પામ્યું હતું.
પોલીસે કન્ટેનરના ડ્રાઇવર રાજેશકુમાર જટાણાની ધરપકડ કરીને કન્ટેનર સહિત શરાબનો જથ્થો મળી કુલ રૂ.22,96,400 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
KARJAN-SHINOR
સફેદ પાવડરની આડમાં લઇ જવાતો વિદેશી શરાબનો જથ્થો જીલ્લા LCBએ ઝડપી પાડ્યો

વડોદરા જિલ્લા એલસીબી પોલીસે વિદેશી શરાબ ભરીને વડોદરા જિલ્લાની હદમાંથી પસાર થતી ટ્રકને ઝડપી પાડી 341 પેટી વિદેશી શરાબ મળીને કુલ 32 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે જ્યારે ડ્રાઇવર તેમજ ક્લીનરની ધરપકડ કરી છે.
વડોદરા જિલ્લા એલસીબી પોલીસના પોલીસ જવાન ભુપતભાઈ અને વિનોદભાઈ ને બાટલી મળી હતી કે કરજણ ટોલનાકા પાસેથી હરિયાણા પાર્સિંગના એક કન્ટેનરમાં વિદેશી શરાબ નો જથ્થો પસાર થનાર છે જે બાદમે ના આધારે કન્ટેનર રોકતા કન્ટેનરમાં સફેદ પાવડરની થેલીઓ ભરેલી મળી આવી હતી.
પાવડરના થેલા ખસેડતા પાછળના ભાગે વિદેશી શરાબની 341 પેટી જણાઈ આવી હતી. પોલીસે સફેદ પાવડરની આડમાં લઈ જવાતા કુલ 19.47 લાખના વિદેશી શરાબના જથ્થા સાથે કન્ટેનર મળી 32 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો જ્યારે ટ્રક ચાલક શિવનારાયણ ઠાકરો રહે. જીલ્લો મથુરા,યુપી તેમજ ચંદ્રપાલ ચૌહાણ મૂળ રહે. હરિયાણાની ધરપકડ કરી હતી.
આ શરાબનો જથ્થો કોણે મોકલાવ્યો તેમજ કોણે ડિલિવર કરવાનો હતો તે અંગે કરજણ પોલીસને વધુ તપાસ સોંપવામાં આવી છે.