KARJAN-SHINOR
Shocking: જીલ્લાના 100 માંથી 35 પોલીસ કર્મીઓ બીમાર!, નિરામય ગુજરાત મેડીકલ કેમ્પમાં ખુલાસો

- 383 પોલીસ કર્મીઓના આરોગ્યનું નિદાન: 13 દર્દીઓને રીફર કરાયા
- જિલ્લાના 51 જેટલા સરકારી દવાખાનાઓ ખાતે નિરામય અભિયાનની કામગીરી કરવામાં આવી
- આરોગ્ય કેમ્પમાં 1083 સ્ક્રીનીંગ અને 817 બ્લડ સેમ્પલ લેવા આવ્યા
શુક્રવાર ને નિરામય દિવસ તરીકે નિર્ધારિત કરવામાં આવ્યો છે.તેના ભાગરૂપે આજે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ૩૦+ ની ઉંમરના લોકોની સાથે જિલ્લા પોલીસ દળમાં કાર્યરત અધિકારીઓ અને કર્મચારીઓની આરોગ્ય તપાસ કરીને નિરામય હેલ્થ કાર્ડ બનાવવામાં આવ્યા હતા.નિરામય આરોગ્ય અભિયાન હેઠળ ઉપરોક્ત વય જૂથના લોકોને ડાયાબિટીસ,બ્લડ પ્રેશર,કેન્સર,હૃદયરોગ જેવી જીવન શૈલી સાથે સંકળાયેલા રોગો સામે સુરક્ષિત કરવા વિવિધ પ્રકારની આરોગ્ય તપાસ કરીને દરેક લાભાર્થીનું હેલ્થ કાર્ડ બનાવવામાં આવે છે.
તે પ્રમાણે આજે જિલ્લાના 51 જેટલા સરકારી દવાખાનાઓ ખાતે નિરામય અભિયાનની કામગીરી કરવામાં આવી હતી તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું છે. તેમણે આજે કરજણ,પોર,વરણામા જેવા કેન્દ્રો ખાતે નિરામય હેઠળ આરોગ્ય તપાસ અને હર ઘર દસ્તક અભિયાન હેઠળ કોરોના રસીકરણ નું નિરીક્ષણ કરીને વધુ સારી કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું.નિરામય હેઠળ જિલ્લામાં તબક્કાવાર ઉપરોક્ત વય જૂથના 5 લાખથી વધુ લોકોની આરોગ્ય તપાસ કરવાનું આયોજન છે.હર ઘર દસ્તક અભિયાન હેઠળ રસીકરણ સ્થળો ખાતે જેઓએ પહેલા અથવા બીજા ડોઝ ની રસી લીધી નથી એમને યોગ્ય રીતે સમજાવીને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું કે આ નિરામય આરોગ્ય કેમ્પમાં 1083 સ્ક્રીનીંગ અને 817 બ્લડ સેમ્પલ લેવા આવ્યા હતા.જેમાં ડાયાબીટીસના 153,હાયપરટેન્શનના 134,એનીમિયાના 27, કિડનીની બિમારીના 19 અને અન્ય બીમારી 49 સહિત કુલ 383 પોલીસ કર્મીઓના આરોગ્યનું નિદાન અને સારવાર કરવામાં આવી હતી.આ કેમ્પનો કુલ 1083 પોલીસ કર્મચારીઓએ લાભ લીધો હતો.13 દર્દીઓને રિફર કરવામાં આવ્યા હતા.
KARJAN-SHINOR
સફેદ પાવડરની આડમાં લઇ જવાતો વિદેશી શરાબનો જથ્થો જીલ્લા LCBએ ઝડપી પાડ્યો

વડોદરા જિલ્લા એલસીબી પોલીસે વિદેશી શરાબ ભરીને વડોદરા જિલ્લાની હદમાંથી પસાર થતી ટ્રકને ઝડપી પાડી 341 પેટી વિદેશી શરાબ મળીને કુલ 32 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે જ્યારે ડ્રાઇવર તેમજ ક્લીનરની ધરપકડ કરી છે.
વડોદરા જિલ્લા એલસીબી પોલીસના પોલીસ જવાન ભુપતભાઈ અને વિનોદભાઈ ને બાટલી મળી હતી કે કરજણ ટોલનાકા પાસેથી હરિયાણા પાર્સિંગના એક કન્ટેનરમાં વિદેશી શરાબ નો જથ્થો પસાર થનાર છે જે બાદમે ના આધારે કન્ટેનર રોકતા કન્ટેનરમાં સફેદ પાવડરની થેલીઓ ભરેલી મળી આવી હતી.
પાવડરના થેલા ખસેડતા પાછળના ભાગે વિદેશી શરાબની 341 પેટી જણાઈ આવી હતી. પોલીસે સફેદ પાવડરની આડમાં લઈ જવાતા કુલ 19.47 લાખના વિદેશી શરાબના જથ્થા સાથે કન્ટેનર મળી 32 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો જ્યારે ટ્રક ચાલક શિવનારાયણ ઠાકરો રહે. જીલ્લો મથુરા,યુપી તેમજ ચંદ્રપાલ ચૌહાણ મૂળ રહે. હરિયાણાની ધરપકડ કરી હતી.
આ શરાબનો જથ્થો કોણે મોકલાવ્યો તેમજ કોણે ડિલિવર કરવાનો હતો તે અંગે કરજણ પોલીસને વધુ તપાસ સોંપવામાં આવી છે.