GUJARAT
હવે ટામેટા પણ રાતા પાણીએ રડાવશે?, ચાર ગણો ભાવ વધારો

- ગ્રાહકોને રાતા પાણીએ રડાવતી મોંઘવારી, શાકભાજીના ભાવોમાં ઉછાળો
- શિયાળામાં શાકભાજી સસ્તી થવાને બદલે મોંઘી થઈ રહી છે
- ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધ્યા બાદ ભાવ ઘટવાના આસાર લાગતા નથી
દેશ માં ટામેટાના ભાવમાં ભારે વધારો થયો છે ગત વર્ષે આજ નવેમ્બર મહિના માં ટામેટા નો ભાવ વડોદરા કિલો એ 20 થી 30 રૂપિયા હતો જે આ વર્ષે નવેમ્બર માં 70 થી 80 રૂપિયા કિલો થઈ ગયો છે દેશ ના કેટલાક રાજ્યો માં.ભાવ 100 ને પાર છે વડોદરામાં. છૂટક માં 250 ગ્રામ ના 25 રૂપિયા ભાવ વડોદરા માં.થઈ ગયો છે આમ વડોદરા માં આજ સિઝન માં લિટરે પેટ્રોલ કરતા પણ વધુ ભાવ ટામેટા નો જોવા મળી રહ્યો છે.
અચાનક વધી ગયેલા ભાવ વધારા ના કારણે ગૃહિણીઓ ની મુશ્કેલીઓ માં.વધારો થઈ ગયો છે 250 થી300 ટકા ના આ તોતિંગ ભાવ વધારા અંગે વેપારી એ જણાવ્યું હતું કે હાલ માં જે વરસાદી માવઠું આવ્યું તેને લઈ ને ટામેટા ના પાક ને ભારે નુકશાન થયું છે અને પાક ને મોટું નુક્શાન થયું છે.
જેથી ટામેટા ના ભાવો માં તોતિંગ ઉછાળો આવ્યો છે પરંતુ તમામ વાતો વચ્ચે ટામેટા ના ભાવો માં.વધારા આ પગલે ગૃહિણીઓ ના બજેટ ખોરવાઈ ગયા છે ટામેટા મુખ્યત્વે ગુજરાત અને મહારાષ્ટ્ર થી આવી રહ્યા છે જ્યાં માવઠા ની ભારે અસરો પડી છે વડોદરા ના ખંડેરાવ માર્કેટ મધ્ય ગુજરાત નું સૌથી મોટું શાકભાજી માર્કેટ છે જ્યાં ટામેટા ના ભાવ વધારા ના ભારે અસરો પડી રહી છે
GUJARAT
વડોદરા NDRFની ટુકડી આણંદ જિલ્લામાં શોધ કાર્યમાં જોડાઈ

વરસાદી નાળાના પાણીમાં એક વ્યક્તિ ડૂબી જતાં જિલ્લા પ્રશાસને બટાલિયન ૬ ની ટૂકડીને તેડાવી.
આણંદ જિલ્લા પ્રશાસનના કોલને અનુસરીને વડોદરા ( જરોદ) સ્થિત એન.ડી.આર.એફ. બટાલિયન ૬ ના જવાનોની બચાવ ટુકડી બોરસદ તાલુકાના સિસ્વા ગામે સ્થાનિક પ્રશાસન અને લોકોની સાથે એક ડૂબી ગયેલી વ્યક્તિની શોધમાં જોડાઈ હતી.
ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ગઈકાલે ભારે વરસાદ પડવાથી નદી, નાળા અને કાંસો છલકાઈ ગયા છે.
ઘટનાની મળતી વિગતો પ્રમાણે ગઈકાલે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ વરસાદી પાણીથી છલકાતા નાળામાં એક પુરુષ,જે ગામલોકોને ખાદ્ય વિતરણ પછી પાછો ફરી રહ્યો હતો,તે પગ લપસતાં તણાઈ ગયો હતો.તેના પગલે જિલ્લા તંત્રએ આ ટુકડી મોકલવા વિનંતી કરી હતી.

હાલમાં ચોમાસાને અનુલક્ષીને દળની એક ટુકડી ઘટના સ્થળે થી લગભગ ૧ કિમીના અંતરે જ તૈનાત હતી.
બચાવના તમામ સાધનો સાથે આ ટુકડીએ ઘટના સ્થળે પહોંચીને ડૂબેલા વ્યક્તિને શોધવાનું કામ શરૂ કરી દીધું છે.હાલમાં સર્ચ કામગીરી ચાલી રહી છે જેમાં સ્થાનિક લોકો સહયોગ કરી રહ્યાં છે.