GUJARAT
રાજ્યમાં પ્રથમવાર ધાડપાડુ ગેંગ પર GUJCTOC એક્ટ લગાવ્યો

- દાહોદમાં પકડાયેલા ખજૂરીયા ગેંગના ત્રણ સૂત્રધારોની ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ 2015 હેઠળ ધરપકડ
- દાહોદ ના પીપલોદ ગમે ચકચારી લૂંટ પ્રકરણમાં ત્રણ ધાડપાડુઓ ઝડપાયા હતા
- આરોપીઓ ને વડોદરા રિજીયન સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટ સમક્ષ હાજર કરાયા
રાજ્યમાં ધાડપાડું ઓ સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધાવાની પ્રથમ ઘટના બની છે.દાહોદ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા ખજૂરીયા ગેંગ ના મુખ્ય 3 સૂત્રધારો સામે ગુજસીટોક ની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
દાહોદ ના પીપલોદ ગામ ખાતે થયેલી ઘનશ્યામ હોટલ ના માલિક ની લૂંટ મામલે દાહોદ પોલીસે 3 જેટલા શખ્સો ની ધરપકડ કરી હતી.જેમાં આરોપીઓ ખજૂરીયા ગેંગ ના હોવાનું બહાર આવ્યું હતું.જેમાં પોલીસે જઉં સિંહ પલાસ,નરેશ અને દિલીપ નામના
ધાડપાડું ઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો.જે ધાડપાડુઓ સામે ગુજસીટોક ની રાજ્ય ની પ્રથમ ઘટના છે.
આરોપીઓ ને વડોદરા રિજીયન સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટ સમક્ષ હાજર કરાયા હતા જેમાં કોર્ટે આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.જેમાં આરોપીઓ લૂંટ અને ચોરી નો માલ રાજસ્થાન અને એમપી માં વેંચતા હતા હોવાનું બહાર આવ્યું છે ઉપરાંત આ ગેંગ ગેંગ ગુન્હાને અંજામ આપે તેના આદેશ કોણ આપે છે અને રેકી કોણ કરે છે તેની તપાસ પોલીસે હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ખજૂરીયા ગેંગ માં કુલ 11 લોકો શામેલ છે. અત્યાર સુધી ગેંગે 35 ધાડ,લૂંટ અને ચોરી ને અંજામ આપ્યો છે તેમજ ગેંગ સામે ગુજરાત ના 13 જિલ્લાઓ અને 26 પોલીસ મથકો માં ગુન્હાનોંધાયા છે.
GUJARAT
વડોદરા NDRFની ટુકડી આણંદ જિલ્લામાં શોધ કાર્યમાં જોડાઈ

વરસાદી નાળાના પાણીમાં એક વ્યક્તિ ડૂબી જતાં જિલ્લા પ્રશાસને બટાલિયન ૬ ની ટૂકડીને તેડાવી.
આણંદ જિલ્લા પ્રશાસનના કોલને અનુસરીને વડોદરા ( જરોદ) સ્થિત એન.ડી.આર.એફ. બટાલિયન ૬ ના જવાનોની બચાવ ટુકડી બોરસદ તાલુકાના સિસ્વા ગામે સ્થાનિક પ્રશાસન અને લોકોની સાથે એક ડૂબી ગયેલી વ્યક્તિની શોધમાં જોડાઈ હતી.
ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ગઈકાલે ભારે વરસાદ પડવાથી નદી, નાળા અને કાંસો છલકાઈ ગયા છે.
ઘટનાની મળતી વિગતો પ્રમાણે ગઈકાલે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ વરસાદી પાણીથી છલકાતા નાળામાં એક પુરુષ,જે ગામલોકોને ખાદ્ય વિતરણ પછી પાછો ફરી રહ્યો હતો,તે પગ લપસતાં તણાઈ ગયો હતો.તેના પગલે જિલ્લા તંત્રએ આ ટુકડી મોકલવા વિનંતી કરી હતી.

હાલમાં ચોમાસાને અનુલક્ષીને દળની એક ટુકડી ઘટના સ્થળે થી લગભગ ૧ કિમીના અંતરે જ તૈનાત હતી.
બચાવના તમામ સાધનો સાથે આ ટુકડીએ ઘટના સ્થળે પહોંચીને ડૂબેલા વ્યક્તિને શોધવાનું કામ શરૂ કરી દીધું છે.હાલમાં સર્ચ કામગીરી ચાલી રહી છે જેમાં સ્થાનિક લોકો સહયોગ કરી રહ્યાં છે.