GUJARAT
કોરોના અપડેટ : ગુજરાતમાં આજે નવા 548 કેસ પોઝિટિવ,19 ઓમિક્રોન પોઝીટીવ

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ઓમિક્રોન વેરીએન્ટની એન્ટ્રી બાદ સતત કેસમાં વધારો થઈ રહ્યો છે.રાજ્યના આજે આવેલા કોરોના આંકડા મુજબ ફૂલ 548 નવા કેસ નોંધાયા છે.
જેમાં મહાનગરોની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન હદમાં 265 ,સુરત કોર્પોરેશન હદમાં 72, રાજકોટ કોર્પોરેશન હદમાં 20, વડોદરા કોર્પોરેશન હદમાં 34, આણંદમાં 23,ખેડામાં 21 તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં મળીને કુલ 548 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે પોરબંદરમાં જીલ્લામાં એક નું મોત નોંધાયું છે.
ઓમિક્રોન કેસની વાત કરીએ તો આજે નવા ઓમિક્રોન વેરીએન્ટના 19 કેસો નવા નોંધાયા છે જેમાં અમદાવાદમાં 8, વડોદરામાં 3, સુરતમાં 6 અને આણંદમાં 2 કેસ નોંધાયા છે.
અત્યાર સુધી ગુજરાતમાં 97 કેસ ઓમિક્રોન વેરીએન્ટના નોંધાયા છે જ્યારે 41 દર્દીઓએ સારવાર લઈને ડિસ્ચાર્જ લીધું છે. હાલ સુધી ઓમિક્રોનથી મૃત્યુનો આંક શૂન્ય છે.

GUJARAT
વડોદરા NDRFની ટુકડી આણંદ જિલ્લામાં શોધ કાર્યમાં જોડાઈ

વરસાદી નાળાના પાણીમાં એક વ્યક્તિ ડૂબી જતાં જિલ્લા પ્રશાસને બટાલિયન ૬ ની ટૂકડીને તેડાવી.
આણંદ જિલ્લા પ્રશાસનના કોલને અનુસરીને વડોદરા ( જરોદ) સ્થિત એન.ડી.આર.એફ. બટાલિયન ૬ ના જવાનોની બચાવ ટુકડી બોરસદ તાલુકાના સિસ્વા ગામે સ્થાનિક પ્રશાસન અને લોકોની સાથે એક ડૂબી ગયેલી વ્યક્તિની શોધમાં જોડાઈ હતી.
ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ગઈકાલે ભારે વરસાદ પડવાથી નદી, નાળા અને કાંસો છલકાઈ ગયા છે.
ઘટનાની મળતી વિગતો પ્રમાણે ગઈકાલે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ વરસાદી પાણીથી છલકાતા નાળામાં એક પુરુષ,જે ગામલોકોને ખાદ્ય વિતરણ પછી પાછો ફરી રહ્યો હતો,તે પગ લપસતાં તણાઈ ગયો હતો.તેના પગલે જિલ્લા તંત્રએ આ ટુકડી મોકલવા વિનંતી કરી હતી.

હાલમાં ચોમાસાને અનુલક્ષીને દળની એક ટુકડી ઘટના સ્થળે થી લગભગ ૧ કિમીના અંતરે જ તૈનાત હતી.
બચાવના તમામ સાધનો સાથે આ ટુકડીએ ઘટના સ્થળે પહોંચીને ડૂબેલા વ્યક્તિને શોધવાનું કામ શરૂ કરી દીધું છે.હાલમાં સર્ચ કામગીરી ચાલી રહી છે જેમાં સ્થાનિક લોકો સહયોગ કરી રહ્યાં છે.