DABHOI
વડોદરા જીલ્લા SOG એ માઉઝર પિસ્તોલ સાથે ફરતા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા

- ડભોઇ નજીક વેગા ચોકડી પાસે આવવાના હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી
- છોટાઉદેપુરનો એક અને રાજસ્થાનના બે શખ્સોને બે માઉઝર પિસ્તોલ સાથે પકડ્યા
વડોદરા જીલ્લા SOG પોલીસે બાતમીના આધારે ડભોઇ ના વેગા ચોકડી પાસે ત્રણ ઇસમોને બે જ્ર્ટલી માઉઝર પિસ્તોલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની ધરપકડ કરીને પિસ્તોલ ક્યાંથી લાવ્યા અને કોણે આપવા જતા હતા તે દિશામાં તપાસ આરંભી છે.
ડભોઇ નજીક વેગા ચોકડી પાસે ત્રણ ઈસમો માઉઝર પિસ્તોલ લઈને ભેગા થવાના હોવાની બાતમી વડોદરા જીલ્લા SOG પોલીસને મળી હતી. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. બાતમી પ્રમાણે ત્રણ વ્યક્તિઓ ભેગા થતા જ પોલીસે તેઓને દબોચી લીધા હતા.
અંગ જડતીમાં તેઓ પાસેથી બે જેટલી દેશી બનાવટની માઉઝર પિસ્તોલ મળી આવી હતી. જયારે આ હથીયાર ક્યાંથી લાવ્યા અને કોણે આપવાનું હતું તેંગે પોલીસે વધુ પૂછપરછ આરંભી છે. સાથે સાથે હથિયારનો ઉપયોગ કોઈ ગુન્હાહિત પ્રવુત્તિમાં કરવામાં આવ્યો છે કે કેમ તે દિશામાં તપાસ શરુ કરી છે.
પાલિકાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં રહેતા બે પરપ્રાંતીય આરોપીઓ
પકડાયેલા આરોપીઓ પૈકી રાકેશ મગનરામ જાટ અને સત્યનારાયણ મુલારામજી જાટ આ બંને આરોપી મૂળ રાજસ્થાનના શેરગઢ જોધપુરના રહેવાસીઓ છે જયારે હાલ તેઓ વડોદરા મહાનગર પાલિકાના નિર્માણાધીન સિંધરોટના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ઓરડીમાં રહેતા હતા. બને આરોપીઓ અહી રહેતા હોય તેઓને કામે રાખનાર ઈજારદાર દ્વારા તેઓની જાણકારી પોલીસને આપી છે કે કમ તે અંગે સવાલો ઉભા થયા છે. જયારે અન્ય એક આરોપી નીલેશ રમેશભાઈ રાઠવા છોટાઉદેપુર જીલ્લાનો વતની હોવાનું પોલીસે જણાવ્યું હતું.
DABHOI
ડભોઇ: વઢવાણા ગામે વીજળી પડતા બે લોકોના થયા મોત

- વરસાદથી બચવા લીમડા નીચે ઉભેલા લોકો પર પડી વીજળી
- સમગ્ર ઘટનાને લઈને ગ્રામજનોના ટોડા જામ્યા,ખેતરમાં કામ કરતા હતા તે સમયે બની સમગ્ર ઘટના
- છોટાઉદેપુરના કંટેશ્વર ગામે મંજૂરી અર્થે આવ્યા હતા શ્રમજીવી
- કુદરતી મોત થતા મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ડભોઇ તાલુકાના વઢવાણા ગામે બોડેલીના કંટેશ્વર ગામેથી ડાંગરની રોપની કરતા હતા તે સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં બે શ્રમજીવી દ્વારા વરસાદથી બચવા માટે લીમડાના ઝાડ નીચે આશરો લેતા હતા તે સમયે વીજળી પડતા ઘટના સ્થળે બે શ્રમજીવીના મોત નીપજયા હતા આજુબાજુના મજૂરો દોડી આવતા બે મૃતદેહો ખેતરમાંથી બહાર લાવવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાને પગલે ડભોઇ પોલીસ તેમજ તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્તનની નિરીક્ષણ કર્યું હતું અને હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી યાદ કરી છે.