Connect with us

DABHOI

18 મહિનાથી ગામમાં શાળાની ઇમારત ન મળતા વાલીઓએ પંચાયત કચેરીને તાળા માર્યા

Published

on

  • ડભોઇ તાલુકાના કનાયડા ગામે વાલીઓ વિફર્યા, અંતે આશ્વાસન મળ્યું
  • શાળાની ઇમારજ જર્જરિત થઈ જતા ઉતારી લીધી હતી,ત્યાર બાદ 18 મહિનાથી કોઈ વ્યવસ્થા નથી
  • બાળકો ક્યારેક પંચાયત કચેરી તો ક્યારે દૂધ ડેરીના ઓરડામાં અભ્યાસ કરવા મજબુર
  • શિક્ષણ સમિતિ અધ્યક્ષ અશ્વિન વકીલે ગ્રામજનોને આશ્વાસન આપ્યું,55 લાખના ખર્ચે નવી શાળા ઇમારત બનશે

ડભોઇ તાલુકાના કનાયડા ગામે છેલ્લા 18 માસ ઉપરાંતના સમયથી પ્રાથમીક શાળા તોડી પાડવામાં આવી છે. બાળકો અભ્યાસ ખુલ્લામાં તેમજ પંચાયત કચેરી અને દૂધ ડેરી સહિત કબ્રિસ્થાન જેવા સ્થળોએ કરવા મજબૂર બન્યા છે. ત્યારે વાલીઓ એ ભારે હોબાળો કરી શાળાની માંગ સાથે પંચાયત કચેરી સહિત દૂધ ડેરીને તાળું મારી બાળકોને ઘરે લઈ ગયા હતા. જ્યાં સુધી શાળા નહીં મળે ત્યાં સુધી બાળકો ને અભ્યાસ માટે નહીં મોકલીએની ચીમકી ઉચ્ચારી છે.


ડભોઇ તાલુકાના કનાયડા ગામની સમસ્યા 18 માસ થી બાળકો પંચાયત કચેરી, સ્મશાન નજીક દૂધ ડેરી ના ઓરડામાં ભણાવવા મજબૂર બન્યા છે શિક્ષકો શાળા વિના બાળકોને રોજ જુદા જુદા ઓરડામાં ભણાવાતા હોય છેલ્લા 18 માસથી બાળકો શાળા વિના અભ્યાસ કરતાં આવ્યા હોય જેને પગલે સ્થાનીક વાલીઓમાં ભારો ભાર રોષ ફેલાયો છે.


આજે ગ્રામજનોએ પંચાયત કચેરી સહિત દૂધ ડેરીને તાળું મારી શિક્ષકોને બહાર કાઢી બાળકોને ઘરે લઈ ગયા હતા. સરકાર શિક્ષણ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે પણ કનાયડા ગામની આ શાળા નવી બનવા ગ્રાન્ટ ન ફળવાતા રોષ ઠાલવ્યો હતો. શાળા ને જમીન દોસ્ત કર્યા બાદ શાળા પુનઃ નિર્માણ માટે કેમ રોડા આવી રહ્યા છે ? ના ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યા હતા.


વહેલી તકે શાળા બનાવા માંગ ઉઠવા પામી છે સાથે જ વાલીઓ દ્વારા જ્યાં સુધી શાળા નહીં બને ત્યાં સુધી બાળકો ને ભણવા નહીં મોકલીએ ની ચીમકી ઉચ્ચારી છે.જેને પગલે ડભોઇ કનાયડા ગામે શિક્ષણ સમિતિના ચેરમેન વકીલ અશ્વિન પટેલે મુલાકાત લઈ વાલીઓને સમજાવ્યા હતા. અશ્વિન પટેલે જણાવ્યું હતું કે,કનાયડા ગામ ની શાળાના 6 ઓરડા માટે 55 લાખની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે ટેન્ડર ની પ્રક્રિયા પણ થઈ ગઈ છે ટૂંક સમયમાં નવી શાળાનું કામ શરૂ કરવામાં આવશે.

Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

DABHOI

ડભોઇ: વઢવાણા ગામે વીજળી પડતા બે લોકોના થયા મોત

Published

on

  • વરસાદથી બચવા લીમડા નીચે ઉભેલા લોકો પર પડી વીજળી
  • સમગ્ર ઘટનાને લઈને ગ્રામજનોના ટોડા જામ્યા,ખેતરમાં કામ કરતા હતા તે સમયે બની સમગ્ર ઘટના
  • છોટાઉદેપુરના કંટેશ્વર ગામે મંજૂરી અર્થે આવ્યા હતા શ્રમજીવી
  • કુદરતી મોત થતા મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ડભોઇ તાલુકાના વઢવાણા ગામે બોડેલીના કંટેશ્વર ગામેથી ડાંગરની રોપની કરતા હતા તે સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં બે શ્રમજીવી દ્વારા વરસાદથી બચવા માટે લીમડાના ઝાડ નીચે આશરો લેતા હતા તે સમયે વીજળી પડતા ઘટના સ્થળે બે શ્રમજીવીના મોત નીપજયા હતા આજુબાજુના મજૂરો દોડી આવતા બે મૃતદેહો ખેતરમાંથી બહાર લાવવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાને પગલે ડભોઇ પોલીસ તેમજ તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્તનની નિરીક્ષણ કર્યું હતું અને હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી યાદ કરી છે.

Continue Reading

Trending