DABHOI
સાગર વિલાના બિલ્ડરનું કારસ્તાન : વર્ષો જૂની વરસાદી કાંસનું પુરાણ કરી ખાનગી માલિકીની જમીન ખોદી કાઢી
- વરસાદી કાંસના પુરાણ થી દિવાળીપુરા ગામના વરસાદી પાણીના નિકાલનો રસ્તો કાયમ માટે બંધ
- જો કાર્યવાહી નહિ થાય તો ચોમાસામાં ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જશે, ગામ પણ ડૂબશે
- બિલ્ડર સામે કાર્યવાહી કરવા ધારાસભ્ય ને રજૂઆત કરશે ગ્રામજનો
વડોદરા જીલ્લાના ડભોઇ તાલુકાના દિવાળીપુરા ગામે બિલ્ડર દ્વારા વરસાદી કાંસ પર દબાણ કરીને રસ્તો બનાવી દેતા ગ્રામજનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. બિલ્ડર દ્વારા ગામના પાણીના નિકાલની મુખ્ય કાંસ પૂરી દઈને ખાનગી જમીન પર કાસ ઉભી કરી દેતા ગ્રામજનોએ ભારોભાર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. જયારે ખાનગી જમીન માલિકે પણ આ ગેરરીતી માટે દિવાળીપુરા ગ્રામ પંચાયતમાં લેખિતમાં રજૂઆત કરી હતી.
વડોદરા જીલ્લા ના ડભોઇ તાલુકાના દિવાળીપુરા ગામે સર્વે નંબર 57 ના માલિક ઈરફાનભાઈ મલેકે પંચાયતમાં અરજી કરતા જણાવ્યું હતું કે નજીકમાં બની રહેલી સાગર વિલા નામક સાઈટના બિલ્ડર દ્વારા સાઈટ સુધીનો રસ્તો બનાવવા માટે ગામની જૂની વરસાદી કાંસ પર પુરાણ કરી દીધું છે. અવરજવરના રસ્તા માટે પાણીના નિકાલ માટેની મુખ્ય કાસ પર પુરાણ કરી રસ્તો બનાવી દીધો છે. એટલું જ નહિ સર્વે નંબર 57 ની ખાનગી માલિકીની ઈરફાન મલેકની જમીન પર કોઈ પણ પરવાનગી વિના જ જમીન ખોદીને વરસાદી કાંસ ઉભી કરી દેવામાં આવી છે.
આ અમામ્લે ખાનગી જમીન માલિક ઈરફાનભાઈએ ગ્રામ પંચાયતમાં આ અંગે રજૂઆત કરી છે જોકે હાલ સુધી આ મામલે કોઈ નિકાલ આવ્યો નથી. વરસાદી કાંસમાં અવરોધ ઉભો કરતા ગામમાં પાણીનો ગરકાવ થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાનગી જમીન માલિક દ્વારા ગમે તે સમયે પોતાના માલિકીની જમીનમાં પુરાણ કરીને કાંસ બંધ કરી દેવામાં આવે તો પાણીનો નોકાલ કેવી રતે કરવો તે પ્રશ્ન ઉભો થયો છે.
મોજે પલાસવાડાના સર્વે નંબર 655 માં બની રહેલી સાગર વિલા સોસાયટીના કારણે વિસ્તારના ખેડૂતો અને ગામમાં પાણીનો ગરકાવ થવાની સમસ્યા ઉભી થઇ છે. જયારે આ મામલે દિવાળીપુરાના ગ્રામજનો એ અંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

DABHOI
ડભોઇ: વઢવાણા ગામે વીજળી પડતા બે લોકોના થયા મોત

- વરસાદથી બચવા લીમડા નીચે ઉભેલા લોકો પર પડી વીજળી
- સમગ્ર ઘટનાને લઈને ગ્રામજનોના ટોડા જામ્યા,ખેતરમાં કામ કરતા હતા તે સમયે બની સમગ્ર ઘટના
- છોટાઉદેપુરના કંટેશ્વર ગામે મંજૂરી અર્થે આવ્યા હતા શ્રમજીવી
- કુદરતી મોત થતા મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ડભોઇ તાલુકાના વઢવાણા ગામે બોડેલીના કંટેશ્વર ગામેથી ડાંગરની રોપની કરતા હતા તે સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં બે શ્રમજીવી દ્વારા વરસાદથી બચવા માટે લીમડાના ઝાડ નીચે આશરો લેતા હતા તે સમયે વીજળી પડતા ઘટના સ્થળે બે શ્રમજીવીના મોત નીપજયા હતા આજુબાજુના મજૂરો દોડી આવતા બે મૃતદેહો ખેતરમાંથી બહાર લાવવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાને પગલે ડભોઇ પોલીસ તેમજ તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્તનની નિરીક્ષણ કર્યું હતું અને હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી યાદ કરી છે.