Connect with us

DABHOI

ડભોઇ: મંડાળા ની સીમમાં યુવતીની હત્યા કરેલી લાશ મળી આવી

Published

on

  • ડભોઇ તાલુકામાં બે દિવસમાં યુવતીનો બીજો મૃતદેહ મળી આવ્યો
  • પોલીસે હત્યાનું પગેરું શોધવાની તજવીજ આરંભી

વડોદરા શહેર જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે વડોદરા શહેરના જાંબુડા નજીક તૃષા સોલંકી ની હત્યા બાદ ડભોઇ તાલુકાના બોરબાર ગામે કુવામાંથી એક કિશોરીની લાશ મળી આવી હતી હજી તો આ કિસ્સામાં હત્યા છે કે આત્મહત્યા તેની તપાસ ચાલી રહી છે ત્યાં તો ડભોઇ તાલુકાના મંડાળા ગામે ૧૯ વર્ષીય મહિલા નો હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા સ્થળ પર જઈને મહિલાની ઓળખ કરવાના પ્રયત્નો શરુ કરવામાં આવ્યા છે જ્યારે ડભોઈ પંથકમાં બે દિવસમાં બે મહિલાના મૃતદેહને મળતા પોલીસ માટે નવો પડકાર ઉભો થયો છે

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના મંડાળા ગામની સીમમાં ૧૯ વર્ષીય મહિલાનો મૃતદેહ મળતા પંથકમાં ચકચાર મચી છે. હત્યા કરેલી હાલતમાં એક મહિલાનો મૃતદેહ જોતા સ્થાનિક ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી.પોલીસે સ્થળ પર આવીને જોતા મહિલાની કરપીણ હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તારણમાં જણાયું હતું મજુરી કામ અર્થે આવેલી યુવતીની હત્યા કોણે કરી તે હજી રહસ્ય છે.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ આરંભી છે ડભોઇ પંથકમાં છેલ્લા બે દિવસમાં બે યુવતીનાં શંકાસ્પદ મોત થયા હોવાની ઘટનાને લઇને પોલીસ માટે હવે નવો પડકાર ઉભો થયો છે.

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

DABHOI

ડભોઇ: વઢવાણા ગામે વીજળી પડતા બે લોકોના થયા મોત

Published

on

  • વરસાદથી બચવા લીમડા નીચે ઉભેલા લોકો પર પડી વીજળી
  • સમગ્ર ઘટનાને લઈને ગ્રામજનોના ટોડા જામ્યા,ખેતરમાં કામ કરતા હતા તે સમયે બની સમગ્ર ઘટના
  • છોટાઉદેપુરના કંટેશ્વર ગામે મંજૂરી અર્થે આવ્યા હતા શ્રમજીવી
  • કુદરતી મોત થતા મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ડભોઇ તાલુકાના વઢવાણા ગામે બોડેલીના કંટેશ્વર ગામેથી ડાંગરની રોપની કરતા હતા તે સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં બે શ્રમજીવી દ્વારા વરસાદથી બચવા માટે લીમડાના ઝાડ નીચે આશરો લેતા હતા તે સમયે વીજળી પડતા ઘટના સ્થળે બે શ્રમજીવીના મોત નીપજયા હતા આજુબાજુના મજૂરો દોડી આવતા બે મૃતદેહો ખેતરમાંથી બહાર લાવવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાને પગલે ડભોઇ પોલીસ તેમજ તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્તનની નિરીક્ષણ કર્યું હતું અને હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી યાદ કરી છે.

Continue Reading
Advertisement

Trending