Connect with us

DABHOI

ડભોઇ: ધારાસભ્યના કાર્યાલયના તાળા તૂટયા,તસ્કરો બેફામ

Published

on

  • ડભોઇ નગરની આયુષ સોસાયટીમાં આવેલા કાર્યાલયમાં તસ્કરોનો હાથફેરો
  • મુખ્ય માર્ગ પર તસ્કરોએ ચોરીને અંજામ આપતા પોલીસની પેટ્રોલિંગ પર પ્રશ્નાર્થ
  • જોકે કાર્યાલયમાં કોઈ કિંમતી ચીજવસ્તુઓ નહીં હોવાથી તસ્કરો નિષફળ

વડોદરા જીલ્લાના ડભોઇ નગરમાં આજે તસ્કરોએ પોલીસને પડકાર ફેકીને ડભોઇના ધારાસભ્યના કાર્યાલયને જ નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હતો. મુખ્ય માર્ગ પર આવેલા કાર્યાલયમાં ચોરી થતા પોલીસની નાઈટ પેટ્રોલિંગના ધજાગરા ઉડી ગયા હતા. જાણે તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ ચોરીને અંજામ આપ્યો હતો. જોકે કાર્યાલયમાં કોઈ કિંમતી ચીજવસ્તુ નહીં મળતા તસ્કરોએ ખાલી હાથ પરત ફરવું પડ્યું હતું.

વડોદરા જીલ્લામાં રહેતા નાગરિકોની જાનમાલની રક્ષા કરતી પોલીસ કેટલી સતર્ક છે એ જાણવું હોય તો આજનો આ કિસ્સો જ કાફી છે. જ્યાં ધારાસભ્યનું કાર્યાલય પણ તસ્કરોથી સુરક્ષિત ન હોય તો સામાન્ય નાગરિકોની સુરક્ષાની શુ વિસાત?

ડભોઇ નગરના મુખ્ય માર્ગ પર ક્રિષ્ના સિનેમા ની સામે આયુષ સોસાયટીમાં આવેલા ધારાસભ્ય કાર્યાલયને ગત રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. આજે સવારે જ્યારે કાર્યાલય ખોલવા માટે કાર્યકર પહોંચ્યા ત્યારે ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. ઘટના અંગે ડભોઇ પોલીસને જાણ કરવામાં આવી છે. આ ચોરી દરમિયાન તસ્કરોએ તિજોરી અને કબાટના તાળા તોડયા હતા. જ્યાં પ્રચાર સાહિત્ય અને મહાપુરુષોના ફોટા સહિત તસ્કરોના હાથમાં કશું લાગ્યું ન હતું.

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

DABHOI

ગામેગામ ફરીને ઘડિયાળ વહેંચતા પૂર્વ ધારાસભ્ય “ઘડિયાળ”ના સહારે?

Published

on

  • જીલ્લા પંચાયતમાં અપક્ષમાં ઉમેદવારી કરતા ભાજપે સસ્પેન્ડ કર્યા હતા
  • વિધાનસભાની ચૂંટણી નજીક આવતા વર્ચસ્વ ઉભું કરવા સરપંચો સાથે ખાટલા બેઠક
  • ઘડિયાળના ચિન્હનો પ્રચાર કરતા પૂર્વ ધારાસભ્ય NCPમાં જોડાશે કે કેમ?

વર્ષ 2012 થી 2017 સુધી ભારતીય જનતા પાર્ટીના નામે ચૂંટણી જીતીને સત્તા પર આવેલા ડભોઇના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ ઉર્ફે ઢોલાર વર્ષ 2017માં પડતા મુકાતા ભાજપ સામે બળવો કરી નિષ્ક્રિય થઈ ગયા હતા. અને કેટલીક જગ્યા પર પક્ષ વિરોધી પ્રવૃત્તિ પણ કરી હતી. જે બાદ જીલ્લા પંચાયત ની ચૂંટણીમાં પણ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી જેમાં પણ બાલકૃષ્ણ ઢોલારનું પાણી મપાઈ ગયું હતું. હવે 2022 ની વિધાનસભા ચૂંટણી પહેલા ઘડિયાળના સહારે ફરી એક વાર લોકસંપર્ક શરૂ કરતાં અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. ભાજપ માંથી હાંકી કઢાયેલા પૂર્વ ધારાસભ્ય શું NCPમાં જોડાશે? એવી લોકચર્ચાઓ શરૂ થઈ છે.

બે ટર્મ સુધી જિલ્લા ભાજપ અધ્યક્ષ ની જવાબદારી નિભાવનાર અને પાંચ વર્ષ ધારાસભ્ય પદ ભોગવનાર બાલકૃષ્ણ ઢોલારની 2017 માં ટિકિટ કપાતા નારાજગી દર્શાવી હતી. 2017માં ડભોઇ વિધાનસભાના ઉમેદવાર શૈલેષ સોટ્ટા સામે બળવો કરવાની પણ જાહેરાત કરી હતી. જોકે ત્યાર બાદ તેઓ નિષ્ક્રિય થઈ જઈને ભાજપને હરાવવાના પ્રયત્નોમાં લાગી ગયા હતા. જ્યાં તેઓ સફળ થયા ન હતા. અને શૈલેષ સોટ્ટાની જીત થઈ હતી.

આટલેથી નહીં અટકતા સત્તા ગુમાવ્યાનું દર્દ સહન નહીં કરી શકતા જીલ્લા પંચાયતની ચૂંટણીમાં અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી.જ્યાં પણ કારમી હાર નો સ્વાદ ચાખવો પડ્યો હતો.

જે બાદ રાજકારણ માંથી વેકેશન પર ઉતરી ગયેલા બાલકૃષ્ણ ઢોલાર ફરી એક વાર સક્રિય થતા અનેક તર્ક ઉભા થયા છે. લોકચાહના ઓછી થઈ હોવા છતાંય હવે તેઓ ગામેગામ “ઘડિયાળ” સાથે ફરી રહ્યા છે. ચૂંટાયેલા સરપંચોને શુભેચ્છા આપવાના બહાને લોકસંપર્ક શરૂ કરી ગામેગામ “ઘડિયાળ” ભેટ કરવામાં આવી રહ્યા છે. ઘડિયાળ એ NCP નું ચૂંટણી ચિન્હ છે અને ચૂંટણી પહેલા ઘડિયાળના સહારે પ્રચાર શરૂ કરતાં બાલકૃષ્ણભાઈ NCPના શરણે તો નથી ગયા ને!, આવા અનેક તર્ક શરૂ થયા છે. જો બાલકૃષ્ણ ઢોલાર NCPના મેન્ડેડ થી ચૂંટણી લડે તો ડભોઈમાં ત્રિપંખીયો જંગ સર્જાય તો નવાઈ નહીં.

Advertisement
Continue Reading

Trending