DABHOI
ડભોઇ: બોરબાર ગામે કુવા માંથી ગૂમ થયેલી કિશોરીનો મૃતદેહ મળ્યો

- કિશોરીની હત્યા થઈ કે આત્મહત્યા કરી તે અંગે હજી પ્રશ્નાર્થ
વડોદરા શહેર નજીક તૃષા સોલંકીની હત્યાને હજી બે દિવસ થયા છે ત્યાંતો ડભોઇ તાલુકાના બોરબાર ગામે કુવા માંથી એક કિશોરીનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર જાગી છે. ગઈ કાલે ઘરેથી નીકળેલી કિશોરી પરત ઘરે આવી ન હતી જેથી પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. જ્યાં નજીકમાં કૂવામાં લાશ દેખાતા આજે ફાયરબ્રિગેડ અને પોલીસે સ્થળ પર આવીને લાશ બહાર કાઢી હતી.
વડોદરાના ડભોઇ તાલુકાના બોરબાર ગામે એક યુવતીની શંકાસ્પદ મોત થયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કૂવામાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે યુવતીનો મોબાઈલ અને કપડા કુવા પાસેથી મળી આવતા શંકા ઊભી થઈ છે. આ યુવતીએ આત્મહત્યા કરી કે હત્યા થઈ એ હજી જાણી શકાયું નથી. જોકે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને આગળની તજવીજ શરૂ કરી છે.
DABHOI
ગામેગામ ફરીને ઘડિયાળ વહેંચતા પૂર્વ ધારાસભ્ય “ઘડિયાળ”ના સહારે?

- જીલ્લા પંચાયતમાં અપક્ષમાં ઉમેદવારી કરતા ભાજપે સસ્પેન્ડ કર્યા હતા
- વિધાનસભાની ચૂંટણી નજીક આવતા વર્ચસ્વ ઉભું કરવા સરપંચો સાથે ખાટલા બેઠક
- ઘડિયાળના ચિન્હનો પ્રચાર કરતા પૂર્વ ધારાસભ્ય NCPમાં જોડાશે કે કેમ?
વર્ષ 2012 થી 2017 સુધી ભારતીય જનતા પાર્ટીના નામે ચૂંટણી જીતીને સત્તા પર આવેલા ડભોઇના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ ઉર્ફે ઢોલાર વર્ષ 2017માં પડતા મુકાતા ભાજપ સામે બળવો કરી નિષ્ક્રિય થઈ ગયા હતા. અને કેટલીક જગ્યા પર પક્ષ વિરોધી પ્રવૃત્તિ પણ કરી હતી. જે બાદ જીલ્લા પંચાયત ની ચૂંટણીમાં પણ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી જેમાં પણ બાલકૃષ્ણ ઢોલારનું પાણી મપાઈ ગયું હતું. હવે 2022 ની વિધાનસભા ચૂંટણી પહેલા ઘડિયાળના સહારે ફરી એક વાર લોકસંપર્ક શરૂ કરતાં અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. ભાજપ માંથી હાંકી કઢાયેલા પૂર્વ ધારાસભ્ય શું NCPમાં જોડાશે? એવી લોકચર્ચાઓ શરૂ થઈ છે.
બે ટર્મ સુધી જિલ્લા ભાજપ અધ્યક્ષ ની જવાબદારી નિભાવનાર અને પાંચ વર્ષ ધારાસભ્ય પદ ભોગવનાર બાલકૃષ્ણ ઢોલારની 2017 માં ટિકિટ કપાતા નારાજગી દર્શાવી હતી. 2017માં ડભોઇ વિધાનસભાના ઉમેદવાર શૈલેષ સોટ્ટા સામે બળવો કરવાની પણ જાહેરાત કરી હતી. જોકે ત્યાર બાદ તેઓ નિષ્ક્રિય થઈ જઈને ભાજપને હરાવવાના પ્રયત્નોમાં લાગી ગયા હતા. જ્યાં તેઓ સફળ થયા ન હતા. અને શૈલેષ સોટ્ટાની જીત થઈ હતી.
આટલેથી નહીં અટકતા સત્તા ગુમાવ્યાનું દર્દ સહન નહીં કરી શકતા જીલ્લા પંચાયતની ચૂંટણીમાં અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી.જ્યાં પણ કારમી હાર નો સ્વાદ ચાખવો પડ્યો હતો.
જે બાદ રાજકારણ માંથી વેકેશન પર ઉતરી ગયેલા બાલકૃષ્ણ ઢોલાર ફરી એક વાર સક્રિય થતા અનેક તર્ક ઉભા થયા છે. લોકચાહના ઓછી થઈ હોવા છતાંય હવે તેઓ ગામેગામ “ઘડિયાળ” સાથે ફરી રહ્યા છે. ચૂંટાયેલા સરપંચોને શુભેચ્છા આપવાના બહાને લોકસંપર્ક શરૂ કરી ગામેગામ “ઘડિયાળ” ભેટ કરવામાં આવી રહ્યા છે. ઘડિયાળ એ NCP નું ચૂંટણી ચિન્હ છે અને ચૂંટણી પહેલા ઘડિયાળના સહારે પ્રચાર શરૂ કરતાં બાલકૃષ્ણભાઈ NCPના શરણે તો નથી ગયા ને!, આવા અનેક તર્ક શરૂ થયા છે. જો બાલકૃષ્ણ ઢોલાર NCPના મેન્ડેડ થી ચૂંટણી લડે તો ડભોઈમાં ત્રિપંખીયો જંગ સર્જાય તો નવાઈ નહીં.
-
VADODARA CITY6 days ago
EXCLUSIVE : વોન્ટેડ બુટલેગર નિર્ભયતાથી શહેરમાં ફરે છે પણ પોલીસ તેને પકડતી નથી !
-
VADODARA CITY4 days ago
Podar World School celebrate 8th International Yoga Day
-
VADODARA CITY6 days ago
પુત્રની લાશ સમજી અંતિમક્રિયા બાદ બીજા દિવસે પુત્ર જીવીત ઘરે આવ્યો
-
VADODARA CITY5 days ago
IMPACT: ફેક્ટ ફાઇન્ડરના આર્ટિકલ બાદ વિક્રમ ચાવડા 24 કલાકમાં પકડાઈ ગયો
-
VADODARA CITY4 days ago
જરોદ પોલીસ મથકની હદમાં ફરજમાં મુકેલા હેડ ક્વાર્ટરના પોલીસ જવાનોએ LCBને ડિટેક્શનમાં મદદ કરી
-
VADODARA CITY2 days ago
કમલાનગર તળાવ પાસે બે હજારની 5.30 લાખની નોટો મળી
-
VADODARA CITY3 days ago
નાસ્તા પાછળ લાખોનો ખર્ચ કરનાર પાલીકાના ભોગીઓને એક વર્ષે જ્ઞાન લાધ્યું,મહિલા કાઉન્સિલરોના નાસ્તાની ખર્ચ મર્યાદા 500રૂ. કરતા વિવાદ!
-
VADODARA CITY3 days ago
પાલીકાના નાક નીચે પરવાનગી વિના ફીલ્મનું શૂટિંગ