Connect with us

DABHOI

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડભોઇ નગરમાં હાથ ધરાયું “સફાઈ અભિયાન”

Published

on

  • છેલ્લા 19 દિવસથી નગર પાલિકાના સફાઈ કર્મચારીઓ હડતાલ પર
  • પડતર પ્રશ્નોને લઇને સફાઈ કર્મચારીઓ દ્વારા પાલિકા સામે નોંધાવી રહ્યા છે વિરોધ
  • એજન્સીના માણસો સાથે ભાજપના કાર્યકર્તાઓએ હાથ ધર્યુ સફાઈ અભિયાન
  • પાલિકા પ્રમુખ કારોબારી ચેરમેન સહિતના લોકો સફાઈ અભિયાનમાં જોડાયા
  • સફાઈ કર્મચારીઓ અને પોલીસ વચ્ચે વડોદરી ભાગોળ ખાતે સર્જાયું ઘર્ષણ,કેટલાક ની અટકાયત
  • 20 દિવસથી નગરમાં ગંદકીના ઢગલા થતાં આજે ખાનગી એજન્સીની સુરક્ષા માટે પોલીસ તૈનાત કરાઇ

ડભોઇ નગરપાલિકા નો વિવાદ દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે છેલ્લા ૧૯ દિવસ થી ડભોઈ નગર પાલિકાના સફાઈ કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોને લઈને અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર બેઠા છે જેની સીધી અસર નગરમાં જોવા મળી છે છેલ્લા ઘણા દિવસોથી ડભોઇ નગરમાં અસહ્ય ગંદકી અને કચરાના ઢગ થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે આજરોજ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા બહારની સફાઈ એજન્સી લાવીને ડભોઇ નગરમાં સફાઈ અભિયાન હાથ ધર્યુ હતું.

જેમાં સફાઈ કર્મચારીઓ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ હોદ્દેદારો પણ આ અભિયાનમાં જોડાયા હતા કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા બહારથી પોલીસ મંગાવી 70થી વધારે જવાનોને ખડેપગે તૈનાત કરી દઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે વડોદરી ભાગોળ ખાતે કેટલાક સફાઈ કર્મચારીઓ દ્વારા એજન્સીના માણસો ને રોકવાનો પ્રયાસ કરતાં ડબલ પોલીસ દ્વારા કેટલાક સફાઈ કર્મચારીઓને ડિટેઇન કરવામાં આવ્યા હતા

DABHOI

ડભોઇ: વઢવાણા ગામે વીજળી પડતા બે લોકોના થયા મોત

Published

on

  • વરસાદથી બચવા લીમડા નીચે ઉભેલા લોકો પર પડી વીજળી
  • સમગ્ર ઘટનાને લઈને ગ્રામજનોના ટોડા જામ્યા,ખેતરમાં કામ કરતા હતા તે સમયે બની સમગ્ર ઘટના
  • છોટાઉદેપુરના કંટેશ્વર ગામે મંજૂરી અર્થે આવ્યા હતા શ્રમજીવી
  • કુદરતી મોત થતા મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ડભોઇ તાલુકાના વઢવાણા ગામે બોડેલીના કંટેશ્વર ગામેથી ડાંગરની રોપની કરતા હતા તે સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં બે શ્રમજીવી દ્વારા વરસાદથી બચવા માટે લીમડાના ઝાડ નીચે આશરો લેતા હતા તે સમયે વીજળી પડતા ઘટના સ્થળે બે શ્રમજીવીના મોત નીપજયા હતા આજુબાજુના મજૂરો દોડી આવતા બે મૃતદેહો ખેતરમાંથી બહાર લાવવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાને પગલે ડભોઇ પોલીસ તેમજ તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્તનની નિરીક્ષણ કર્યું હતું અને હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી યાદ કરી છે.

Continue Reading

Trending