Connect with us

DABHOI

ડભોઇ ધારાસભ્યની ગ્રાન્ટ માંથી સ્થાનિક PHC ને 3 એમ્બ્યુલન્સ અર્પણ કરાઇ

Published

on

દર્ભાવતી ડભોઇ ના ધારાસભ્ય શૈલેષ મહેતાના સ્થાનિક વિકાસના અનુદાનમાંથી 2021-22 ની ગ્રાન્ટ માંથી 3 એમ્બ્યુલન્સ ડભોઇ તાલુકાના કેલનપુર પી.એચ.સી,વરણામા પી.એચ.સી તેમજ ડભોઇ સી.એસ.સી માં આપવામાં આવી હતી.

ડભોઇ દર્ભાવતી ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા એ તેઓના ધારાસભ્ય 2021-22 ની ગ્રાન્ટ માંથી ત્રણ એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજરોજ ડભોઇ તાલુકા ની સેવા માં સુપ્રત કરી હતી ધારાસભ્ય શૈલેષ મહેતા એ લીલી ઝંડી આપી હોસ્પિટલ ને સુપ્રત કરી હતી સમગ્ર વિશ્વ માં કોરોના મહામારી દરમિયાન લોકો એ જીવ ગુમાવવા નો વારો આવ્યો હતો.જે પરિસ્થિતિ જોતા રાજ્ય સરકાર દ્વારા ધારાસભ્યો ને તેઓની ગ્રાન્ટ માંથી 50 લાખ જેટલી રકમ ફરજીયાત પ્રજા ના આરોગ્ય માટે વાપરવા આદેશ કર્યો હતો.

Advertisement

જે ભાગરૂપે ડભોઇ ના ધારાસભ્ય દ્વારા કોરોના સમય માં ત્રણ ઇકો ગાડી એમ્બ્યુલન્સ માટે પ્રજા ની સેવા માં આપવામાં આવી હતી.ત્યાર બાદ આજરોજ ફોર્સ કંપની ની લેટેસ્ટ ટેકનોલોજી ની ત્રણ ગાડીઓ ડભોઇ તાલુકા ના અલગ અલગ સી.એચ.સી સેન્ટરો ને સુપરત કરવામાં આવી હતી.જેમાં ડભોઇ વિધાનસભા માં આવતા ડભોઇ રેફરલ હોસ્પિટલ માં એક, કેલનપુર સી.એચ.સી માં એક ,તેમજ વરણામાં સી.એસ.સી માં એક એમ ત્રણ ફોર્સ કંપની ની એમ્બ્યુલન્સ ધારાસભ્ય ના અનુદાન માંથી પ્રજા ની સેવામાં સુપ્રત કરવામાં આવી હતી.

અગાઉ ડભોઇ તાલુકા માં માત્ર એક જ 108 એમ્બ્યુલન્સ હતી જેથી દર્દીઓ ને એમ્બ્યુલન્સ માટે ખાનગી એમ્બ્યુલન્સ બહાર થી મંગાવી પડતી હોવાથી ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા દ્વારા 6 જેટલી એમ્બ્યુલન્સ ધારાસભ્ય અનુદાન 2021-22 માંથી ડભોઇ તાલુકા ની પ્રજા માટે સેવા માં મુકવામાં આવતા ડભોઇ તાલુકા ની પ્રજા એ શૈલેષભાઇ મહેતા નો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

આ પ્રસંગે ડભોઇ નગરપાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી, જિલ્લા મહામંત્રી ડો.બી.જે બ્રહ્મભટ્ટ,જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વિનભાઈ પટેલ,પ્રદેશ કારોબારી સભ્ય શશીકાંતભાઈ પટેલ,ડો.મહેન્દ્રભાઈ પટેલ,શહેર પ્રમુખ ડો સંદીપભાઈ શાહ,મહામંત્રી અમિત સોલંકી,વંદન પંડ્યા,ડભોઇ યુવા મોરચા પ્રમુખ આકાશ પંડ્યા,મહિલા મોરચા પ્રમુખ સુકીર્તિબેન,નગરપાલિકા ચેરમેન વિશાલ શાહ,બીરેન શાહ સહિત ડભોઇ રેફરલ હોસ્પિટલ તબીબો હાજર રહ્યા હતા.

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

DABHOI

ડભોઇ: વઢવાણા ગામે વીજળી પડતા બે લોકોના થયા મોત

Published

on

  • વરસાદથી બચવા લીમડા નીચે ઉભેલા લોકો પર પડી વીજળી
  • સમગ્ર ઘટનાને લઈને ગ્રામજનોના ટોડા જામ્યા,ખેતરમાં કામ કરતા હતા તે સમયે બની સમગ્ર ઘટના
  • છોટાઉદેપુરના કંટેશ્વર ગામે મંજૂરી અર્થે આવ્યા હતા શ્રમજીવી
  • કુદરતી મોત થતા મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ડભોઇ તાલુકાના વઢવાણા ગામે બોડેલીના કંટેશ્વર ગામેથી ડાંગરની રોપની કરતા હતા તે સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં બે શ્રમજીવી દ્વારા વરસાદથી બચવા માટે લીમડાના ઝાડ નીચે આશરો લેતા હતા તે સમયે વીજળી પડતા ઘટના સ્થળે બે શ્રમજીવીના મોત નીપજયા હતા આજુબાજુના મજૂરો દોડી આવતા બે મૃતદેહો ખેતરમાંથી બહાર લાવવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાને પગલે ડભોઇ પોલીસ તેમજ તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્તનની નિરીક્ષણ કર્યું હતું અને હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી યાદ કરી છે.

Continue Reading
Advertisement

Trending