BODELI-SANKHEDA
સંખેડા બ્રહ્મ સમાજ દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન થયું
આજરોજ સંખેડા સમસ્ત બ્રહ્મ સમાજ વડોદરા તથા બ્રહ્મ શક્તિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે સ્નેહમિલન તેમજ તેજસ્વી તારલાઓને સન્માનવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
દરવર્ષની જેમ આ વર્ષે પણ સંખેડા સમસ્ત બ્રહ્મસમાજ તથા બ્રહ્મશક્તિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, વડોદરાના સંયુક્ત ઉપક્રમે શહેરના વાઘોડિયારોડ ખાતે આવેલ રંગવાટીકા હોલ ખાતે બ્રાહ્મણ સમાજના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં બ્રાહ્મણ સમાજના તેજસ્વી તારલાઓ કે જેમણે ધોરણ-10 તથા ધોરણ-12માં સારા પર્સન્ટાઇલ મેળવેલ તેઓને મુમેન્ટોતથા સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે વડોદરાના સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, દર્ભાવતીના ધારાસભ્ય તથા બ્રહ્મ અગ્રણી શૈલેષભાઇ મહેતા, શ્રીમતી મીનાબેન મહેતા, મ્યુનિ. કાઉન્સિલરો શ્રીમતી તેજલબેન વ્યાસ, આશિષભાઇ જોશી સાથે જ કિરીટભાઇ જોષી, બ્રહ્મ અગ્રણીઓ અજય જાની ,પ્રમુખ જે.ડી.જોષી, ઉપપ્રમુખ એડવોકેટ કૌશિક દવે સહિતના પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે દર્ભાવતીના ધારાસભ્ય અને બ્રહ્મ અગ્રણી શૈલેષભાઇ મહેતાએ બ્રાહ્મણ સમાજની એકતાને બિરદાવી હતી સાથે જ તેમણે તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કર્યા હતા.

BODELI-SANKHEDA
ત્રિદિવસીય રાજકીય પ્રવાસ અંતર્ગત સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારે છોટાઉદેપુરની મુલાકાત લીધી

રાજ્યના તમામ જિલ્લાઓમાં સરકાર દ્વારા કરેલ વિકાસ ની કામગિરી સહિત હાલમાં પ્રજાને શુ જરૂરિયાત છે તે અંગેની માહિતી મેળવવા માટે ભાજપા દ્વારા સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં વર્તમાન ધારાસભ્યના ત્રિદિવસીય રાજકીય પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનના ભાગરૂપે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદાર છોટા ઉદેપુર જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા..
સાવલીના ધારાસભ્ય કેતનભાઈ દ્વારા જિલ્લાના વડામથક છોટા ઉદેપુર ખાતેના ભાજપા કાર્યાલય ખાતે સૌ પ્રથમ કાર્યકરો અને પાર્ટીના હોદેદારો સાથે પરિચય બેઠક કતી હતી ત્યાર બાદ ધારાસભ્ય કેતન ઇનામદારે ભાજપના કાર્યકરને ત્યાં ભોજન.લીધું હતું. અહીં મહત્વનું રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં સરકારની વિવિધ યોજનાઓ તેમજ વિકાસલક્ષી કામગીરી ની સમીક્ષા કરવા માટે સરકાર દ્વારા આ એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
જેના ભાગરૂપે રાજ્ય સરકારના વર્તમાન ધારસભ્યો અને મંત્રીઓ દ્વારા અરસપરસ ના જિલ્લાઓમાં ત્રણ દિવસ માટેનો રાત્રી રોકાણ સાથેનો રાજકીય પ્રવાસ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે છોટાઉદેપુર જિલ્લાની જે સૌથી અંતરિયાળ જિલ્લા પંચાયતની સીટ છે.
તેવા સનાળા શક્તિકેન્દ્ર અંતર્ગત જઠયાળા પંચાયત બેઠક ખાતે હાજર રહીને ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. આ વિસ્તારની આદિવાસી જનતા દ્વારા પરંપરાગત આદિવાસી નૃત્ય કરીને ધારાસભ્ય નું સ્વાગત કર્યું હતું. તો ધારાસભ્ય કેતન ભાઈએ નાગરીકો સાથે વાર્તાલાપ કરીને તેમની સમસ્યાઓ અને સુવિધાઓ અંગેની માહિતી મેળવી હતી.
સ્થાનિક રહીશો દ્વારા પ્રાથમિક શાળાના ઓરડા સહિત પાકા રસ્તા અને વીજળીના મીટર નહિ મળ્યા અંગેની રજૂઆત કરવામાં આવતા તેઓ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને એમ.જી.વી.સી.એલના અધિકારી સાથે ટેલિફોનિક વાત કરીને સમસ્યા નું નિરાકરણ લાવવા માટે રજુઆત કરી હતી..